Abtak Media Google News

આપણે સૌ જાણીએ છીએ કે શહેરના ૮૦% લાયસન્સ વગર વાહન ચલાવી રહ્યા છે જે ખરેખર જોખમી છે પરંતુ આગામી દિવસોમાં જયારે ધો.૧૦-૧૨ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે અને ૨ લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના ત્યારે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા દરેક શાળાઓ ઉપર જઈ વિદ્યાર્થીઓ પાસે લાયસન્સ ચેકિંગની કડક કામગીરી કરવામાં આવી રહી હોય વિદ્યાર્થીઓને આંતરી તેની સામે દંડાત્મક પગલા ભરવામાં આવતા હોય વિદ્યાર્થીઓ અને વાલીઓ બન્ને પરેશાન થાય છે. બોર્ડની પરીક્ષાઓ પૂર્વે પરીક્ષાની તૈયારીના કટોકટીના સમયે પોલીસની પજવણીથી બોર્ડની પરીક્ષાઓમાં પણ વિપરીત અસર પહોંચે છે. શાળા-કોલેજોમાં વર્ષ દરમ્યાન ગમે ત્યારે લાયસન્સ ચેકિંગ ડ્રાઈવ કરી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.