Abtak Media Google News

રાજકોટ જિલ્લામાં ૪૬,૯૫૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી: દર વર્ષની જેમ વર્ષે પણ સામાજીક વિજ્ઞાનનું પેપર સરળ નિકળતા વિદ્યાર્થીઓ ગેલમાં પર પ્રશ્નો પુછાયા

બોર્ડની પરીક્ષામાં સામાજીક વિજ્ઞાનનું પેપર દર વર્ષની જેમ આ વર્ષે પણ સરળ નિકળતા વિદ્યાર્થીઓ ગેલમાં આવી ગયા હતા. નબળા વિદ્યાર્થીઓ પણ પાસ થઈ જાય તે પ્રકારનું બ્લુ પ્રિન્ટ આધારીત પેપર નિકળ્યું હતું.

રાજકોટ જિલ્લામાં ધો.૧૦ના સામાજીક વિજ્ઞાનના પેપરમાં ગુજરાતી માધ્યમમાં ૪૩,૭૨૪ વિદ્યાર્થીઓમાંથી ૪૩,૦૫૭ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને ૬૬૭ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જયારે અંગ્રેજી માધ્યમમાં ૩૯૧૭ વિદ્યાર્થીઓમાંથી ૩૮૯૯ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને ૧૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. એકંદરે વાત કરવામાં આવે તો ૪૭,૬૪૧ વિદ્યાર્થીઓમાંથી ૪૬,૯૫૬ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને ૬૮૫ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

આજે સામાજીક વિજ્ઞાનનું પેપર પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ ગેલમાં આવી ગયા હતા. અધ્યાપકોના જણાવ્યા મુજબ સામાજીક વિજ્ઞાનનું પેપર દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્લુ પ્રિન્ટ આધારીત સહેલું કાઢવામાં આવ્યું હતું. એમસીકયુ અને બીજા પ્રશ્નો પણ પાઠયપુસ્તકમાંથી પુછાયા હતા અને ખુબ જ સરળ હતા. જે વિદ્યાર્થીઓએ બ્લુ પ્રિન્ટ આધારીત તૈયારી કરી હોય તે વિદ્યાર્થીઓ સામાજીક વિજ્ઞાનના પેપરમાં સારા ગુણ મેળવી શકે તેવું જાણવા મળ્યું છે.

રાજકોટ જિલ્લામાં સામાજીક વિજ્ઞાનના પેપરમાં એક કોપી કેસ નોંધાયો હોય તેવું જાણવા મળ્યું છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાની કે.બી.બેરા સ્કુલમાં એક વિદ્યાર્થી ગેરરીતિ કરતો ઝડપાઈ ગયો હતો. આ વિદ્યાર્થીઓ સામે કોપી કેસ દાખલ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.