Abtak Media Google News

રાજ્યની ટ્રાફિક ડ્રાઇવથી મોટા ભાગનાં લોકો ખુશ છે. જેમાં ઘણાં લોકો ટ્રાફિકનાં નિયમોનું પાલન કરતા થયા છે. મનફાવેતેમ વાહનો રસ્તા પર ફરતા કે પાર્ક કરતાં હવે ઓછા થયા છે. ત્યારે વડોદરા શહેરમાં ગજબ કિસ્સો સામે આવ્યો છે, એક ટ્રાફિક પોલીસ સાયકલ ચાલક પાસેથી મેમો આપીને દંડ વસૂલ્યો છે.

હાલ તો આ વીડિયોએ સોશિયલ મીડિયામાં પણ ધૂમ મચાવી છે. લોકોને ટ્રાફિક પોલીસ પર ગુસ્સો આવી રહ્યો છે અને તેનો મજાક બની રહ્યો છે.

વડોદરા શહેરના ચકલી સર્કલ પાસે સાયકલ સવારે ટ્રાફિક સિગ્નલ તોડ્યું હતું.રોકીને મેમો આપીને તેની પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. આ પહેલા પણ વડોદરા ટ્રાફિક પોલીસે કારચાલકને હેલ્મેટ ન પહેરવાનો ઇ-મેમો ઘરે મોકલાવ્યો હતો. જેમાં 100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જો કે આ વાત પ્રકાશમાં આવતા ઇ-મેમો કેન્સલ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.