Abtak Media Google News
  • પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને ‘સુરક્ષા કવચ’ એપ્લિકેશનની મદદથી લોકસભાની ચૂંટણી વિના વિધ્ને પૂર્ણ કર્યાનો સંતોષ

  • હીસ્ટ્રીશીટર, બુટલેગર, ઘરફોડ અને વાહન ચોરી જેવા ગુના આચરતા શખ્સોનું એપ્લીકેશન મરફતે પોલીસે અવાર નવાર ચેકીંગ ફરજિયાત કરવું પડશે

  • પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ‘અબતક’ને ‘સુરક્ષા કવચ’ એપ્લીકેશનની આપી વિશેષ વિગતો

  • ૨૦૦ પોલીસ કર્મચારીઓએ એપ્લીકેશનના ઉપયોગથી ગુનેગારો પર પક્કડ જમાવી

રાજયમાં ગુનેગારો અતિ આધૂનિક સાધનો સાથે સજ્જ થઇ પોલીસને હંફાવી ર્હ્યા છે અને ગંભીર ગુના આચરી રહ્યા છે ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રલાલે પણ ગુનેગારોને ટેકનોલોજીની મદદથી પડકાર ફેંકી ગુનેગારોને ઝેર કરવા કમ્મરકસી હોય તેમ આધૂનિક સાધનો અને ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરી પોલીસ સ્ટાફને સજજ કરતા ગુનેગારોમાં ફફડાટ મચી ગયો છે. ‘સુરક્ષા કવચ’ એપ્લીકેશન અંગેની રસપ્રદ અને ટેકનોલોજી સાથેની માહિતી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ‘અબતક’ને આપેલા ખાસ ઇન્ટર્વ્યુમાં જણાવ્યું હતું.

Rajkot Became The First In The State Of Technology In The State
Rajkot became the first in the state of technology in the state

રાજકોટમાં પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે મનોજ અગ્રવાલે પોતે ટેકનોલોજીનો ઉંડો અભ્યાસ કર્યો હોવાનું અને ઇઝરાયલના પ્રવાસે ગયેલા મુખ્ય મંત્રી વિજયભાઇ ‚પાણી સાથે ઇઝરાયલ જઇ ત્યાંથી પોલીસ કંઇ રીતે કામગીરી કરે છે તે અંગેની ઝીણવટભરી માહિતી એકઠી કરી રાજકોટમાં તેનો વધુને વધુ ઉપયોગ કરી કાયદો અને વ્યવસ્થા જાળવવા ટેકનોલોજીની મહત્મ મદદ લેવાનું જણાવ્યું હતું તે રીતે શહેરમાં આઇ-વે પ્રોઝેકટ બાદ ‘સુરક્ષા કવચ’ એપ્લીકેશન લોન્ચ કરી છે.

‘સુરક્ષા કવચ’ એપ્લીકેશન તૈયાર કર્યા બાદ તમામ પોલીસ સ્ટાફ અને પોલીસ અધિકારીના મોબાઇલમાં ડાઉન લોડ કરવામાં આવી હતી. આ એપ્લીકેશનનો ઉપયોગ માત્ર પોલીસ સ્ટાફ જ કરી શકે તેમ છે. એપ્લીકેશન કોઇ પણ પ્લેસ્ટોરની મદદથી ડાઉન લોડ નહી થઇ શકે પોલીસ અધિકારી દ્વારા પોલીસ સ્ટાફ, ટ્રાફિક વોર્ડન ડાઉન લોડ કરી શકશે આગામી દિવસોમાં ખાનગી સિક્યુરીટી સ્ટાફને પણ સુરક્ષા કવચ એપ્લીકેશનમાં આવરી લેવામાં આવશે તેમ ‘અબતક’ સાથેની વાતચીતમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું છે. ‘સુરક્ષા કવચ’ એપ્લીકેશનની મદદથી જે તે પોલીસ મથક હેઠળ આવતા રીઢા ગુનેગારોની છેલ્લા પાંચ વર્ષની માહિતી એકઠી કરી આ એપ્લીકેશનમાં સ્ટોર કરવામાં આવી છે. જેની મદદથી શહેરભરની તમામ પોલીસ રીઢા ગુનેગારની માહિતીથી સરળતાથી વાકેફ થશે અને તેની હીલચાલ પર પણ નજર રાખી શકશે તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ગુનેગારને છેલ્લે કયારે અને કોણે ચેક કર્યો તે અંગેની વિગતો પોલીસ કમિશનર પોતાની ચેમ્બરમાં બેસીને જાણી શકે તેમ હોવાથી ગુનેગારો ગુનો કરતા વિચાર કરતા થઇ જશે જેના કારણે ગુનાખોરીનો ગ્રાફ નીચો લાવવામાં મહત્વનું કામ થઇ શકે તેમ હોવાનું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું. એપ્લીકેશનનો સૌ પ્રથમ લોકસભાની ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો જેમાં ઘણી સારી સફળતા મળી હોવાનું કહી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ચૂંટણી દરમિયાન પોલીસ અને સુરક્ષા જવાનો દ્વારા કરવામાં આવેલા ફલેગમાર્ચ, ફુટ પેટ્રોલિંગ અને વાહન ચેકીંગની કામગીરી વધુ અસરકારક બનાવવામાં આવી હતી તેમજ બુટલેગર, ઘરફોડી, વાહન ચોરી અને હીસ્ટ્રીશીટરને ખરેખર પોલીસ સ્ટાફ તપાસ કરે છે કે કેમ તે અંગેની માહિતીનું નિરિક્ષણ કર્યુ હતું જેમાં પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કામગીરીનું ત્વરીત પરિણામ પણ મળ્યું હોવાનું જણાવ્યું હતું.

આ અપ્લીકેશનની મદદથી ટ્રાફિક વોર્ડન ડ્યુટી પર આવ્યો છે કે કેમ ? તે અંગેની માહિતી સરળતાથી મળી જતી હોવાનું અને પોલીસ દ્વારા ગુનેગારને ખરેખર ચેક કર્યા છે કે કેમ અને એક માસમાં કેટલીવાર અને કોણે કોણે ચેક કર્યા તે અંગેની તમામ માહિતી પોલીસ કમિશનર સહિત પોલીસ મથકના પી.આઇ. સુધીના અધિકારી સરળતાથી જાણી શકતા હોવાથી પોલીસને પણ કામગીરી કરવી ફરજીયાત બની ગઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.