Abtak Media Google News

ગુજરાત રાજય સંગીત નાટક એકેડેમી તથા શ્રીજી પરર્ફોમીંગ આર્ટસના સંયુકત ઉપક્રમે હેમુ ગઢવી હોલ ખાતે

યોજાયો કાર્યક્રમ : ભરત નાટયમ, કથ્થક, કુચીપુડી અને મોહીની અટ્ટમ જેવી નૃત્ય શૈલી ઉપર કૃતિઓની રજૂઆત

ગુજરાત રાજય સંગીત નાટક એકેડેમી તથા શ્રી પર્ફોમીંગ આર્ટ્સના સંયુકત ઉપક્રમે વિશ્વ નૃત્ય દિન નિમિતે હેમુગઢવી મીની હોલ ખાતે નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ભારતીય સંસ્કૃતિના વારસારૂપી શાસ્ત્રીય નૃત્યશૈલી પર આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભરતનાટ્ટયમ,કથક, કુચીપુડી અને મોહિનીઅઠ્ઠમ જેવી નૃત્ય શૈલી પર અલગ અલગ કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી.

આ પ્રસંગે મેયર બીનાબેન આચાર્ય, ભાનુબેન બાબરીયા, શ્રીજી પર્ફોમીંગ આર્ટ્સના ડિરેકટર અમીષાબેન બારોટ, અલકાબેન ભારદ્વાજ, બીનાબેન શુકલ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કલાકારોમાં શિતલબેન બારોટ, વનિતાબેન નાગરાજમ, પલ્લવીબેન વ્યાસ, અશ્વિરસાણી, વગેરેએ પોતાની કલાકૃતિ રજૂ કરી હતી.Vlcsnap 2019 04 30 10H16M45S675આ તકે મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યુંં હતુ કે, વિશ્વ નૃત્ય દિવસ નિમિતે આજરોજ જે સાંસ્કૃતિક શાસ્ત્રીય નૃત્યશૈલી રજૂ થનાર છે. તે તમામ કલાકારોને હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું નૃત્યને કોઈપણ ભાષા, જાતી કે દેશના સીમાડા નથી હોતા ત્યારે સુંદર રીતે આપણા શાસ્ત્રીય નૃત્યનું આજે પ્રસ્તુતિકરણ થઈ રહ્યું છે તે બદલ દરેકને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.Vlcsnap 2019 04 30 10H16M35S020આ તકે કથક કલાગૂરૂ પલ્લવીબેન વ્યાસે જણાવ્યું હતુ કે આપણી ભારતીય શાસ્ત્રીય નૃત્ય શૈલી આજે વિશ્વ ભરમાં ખૂબ પ્રખ્યાત છે. ત્યારે સૌ પ્રથમ વિશ્ર્વના દરેક નૃત્યકારોને હું વિશ્વ નૃત્ય દિવસ નિમિતે શુભકામનાઓ પાઠવું છું તેમજ દરેક લોકો આજના દિવસે અમારી સાથે જોડાય તેવી દરેકને નમ્ર અપીલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.