Abtak Media Google News

મર્સિડીઝના તમામ મોડલોને ર૦૩૯ સુધીમાં ઇલેકટ્રીક કરવા કંપનીનું આયોજન

વિશ્ર્વભરમાં પ્રેટ્રોલીયમ પેદાશોની ધટતી માત્રા અને ભારે પ્રદુષણના કારણે વિકલ્પરુપે આગામી દાયકામાં ઇલેક્રટીક વ્હીકલની બોલબોલા વધવાની સંભાવના છે. જયારે, જાપાનની અગ્રણી ઇલેકટ્રોનિકસ કંપની પેનાસોનિક દ્વારા આગામી પાંચ વર્ષમાં દેશના રપ શહેરોમાં ૧ લાખથી વધારે ચાર્જીંગ પોસન્ડ બનાવવો નિર્ણય કર્યો છે. આ માટે કંપનીએ અમેરિકન ઇલેકટ્રીક વાહન ઉત્૫ાદક કંપની ટેસ્લા સાથે ભાગીદારી કરી છે.

વિશ્ર્વની સાથે ભારતમાં પણ ઇલેકટ્રીક વાહનોની વધનારી સંખ્યાને ઘ્યાનમાં લઇને પેનાસોનિક કંપની ભારતના મેટ્રો અને મોટા શહેરોમાં ઇલેકટ્રીક ચાર્જીંગ પોઇન્ડ બનાવનારી છે. જેમાં દિલ્હી, ચેન્નાઇ, પૂર્ણે, હૈદરાબાદ, ગુંડગાવ, નોઇડા, ગાઝિયાબાદ, અમરાવતી વગેરે રપ શહેરોના પાકીંગ સ્ટેશનો, મોલો પેટ્રોલ પંપો અને ખાસ વિકસીત ઝોનમાં એક લાખ મીની ચાજીંગ પોઇન્ટની સુવિધા ઉભી કરવામાં આવનારી છે.

આ અંગે પેનાસોનિક ઇન્ડીયાના પ્રમુખ અને સીઇઓ મનીષ શર્માએ જણાવ્યું હતું કે આગામી વર્ષોમાં સ્વચ્છ ઉર્જા તરીકે ઇલેકટ્રીક વાહનોની બોલ બોલા વધનારી છે જેથી પેનાસોનિક કંપની આ નવી જનરેશનના વાહનો માટે ઇલેકટ્રીક ચાજીઁગની વ્યવસ્થા ઉભી કરવાના આયોજન કરવામાં આવ્યું છે. નેટવર્ક દ્વારા પેનાસોનિકના ઉદેશ્ય વ્યકિતગત ઇલેકટ્રીક વ્હીકલ વપરાશકર્તાઓ ફલીત માલીકો ઇ-કોમર્સ અને લોજિસ્ટીક કંપનીઓ માટે ઇલેકટ્રીક ચાજીંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. તે માટે મોટાભાગનું વિસ્તરણ ફ્રેન્ચાઇઝી મોડેલ દ્વારા કરવામાં આવશે.

ઉપરાંત, જે કંપનીઓ ભારતમાં રીચર્સ એન્ડ ડેવલપમેન્ટ સુવિધાઓ  વિકસાવવા માંગતી હોય તેને યુટિવીટી પ્રોવાઇડ કરવા તથા વાહનો, સાધનો અને બીથીયમ આર્યન બેટરીના ઉત્પાદકોને વપરાશકર્તાનો પેટર્નને વધુ સારી રીતે સમજવામાં અને તેમના ઉત્પાદનોને માયાંકિત કરવામાં સહાય કરવા માટે ટેલીમેટિકસ સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરાશે. શરુઆતમાં આ ઇન્ફ્રાસ્ટકચરનો ઉપયોગ ઇલેકટ્રીકના ટુ અને થ્રી વ્હીલર્સને ઇલેકટ્રીક પાવર આપવા માટે કરવામાં આવશે જે બાદ કંપની ભવિષ્યમાં ઓટોમોબાઇલ ક્ષેત્રનાં તમામ વાહનોમાં ઇલેકટ્રીક પાવર આપવા વિકાસ કરવાનું આયોજન બનાવી રહી છે.

પેનાસોનિક ઇન્ડીયાના એમડીએ આ અંગે જણાવ્યું હતું કે કલાઉડ અને એપ્લિકેશન સર્વીસ દ્વારા ઇવી અને ફલીટ માલીકોને નજીકના ચાર્જીગ પોઇન્ટને સરળતાથી શોધી શકશે જે માટે જે વિગેરે કરવાની છુટ આપવામાં આવશે જો કે કંપની ભારતના લિથિપમ આઇન બેટરી માટેનો સેલ પ્લાન્ટ સ્થાપકો કે કેમ? જે અંગે શર્માએ કંઇક પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

આગામી સમયમાં ઇલેકટ્રીક વાહનોની વધનારી બોલબોલાને ઘ્યાનમાં રાખીને જર્મનીની અગ્રણી કાર કંપની મર્સિડીઝ બેંકને ર૦૩૯ સુધીમાં હાલમાં પેટ્રોલ- ડીઝલ પર ચાલતા એન્જીનોવાળી કારો બનાવવાનું બંધ કરીને ઇલેકટ્રીક કે કાર્બન ન્યુટ્રલ હોય તેવી હાઇબ્રીડ એન્જીનો વાળી કારો  બનાવવાનો નિર્ણય કર્યો છે. આ અંગે કંપનીના પ્રવકતાએ જણાવ્યું હતું કે આગામી બે દાયકામાં મર્સિડીઝના તમામ મોડલોને ઇલેકટ્રીક અથવા હાઇબ્રિડ હશે અમો વર્તમાનમાં ઇલેકટ્રીક એન્જીન વાળી કારો બનાવવા પર ઘ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. પર આગામી સમયમાં કાર્બન મુકત અન્ય ઇંધણો વાળા એન્જીનો પણ બનાવશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.