Abtak Media Google News

ફાયરની બે ટીમોએ સતત ચાર કલાક પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબુ મેળવાયો

મોરબી પંથકમાં આગના અનેક બનાવો નોંધાઈ રહ્યા છે જેમાં ગત મોડી રાત્રીના સમયે લાતીપ્લોટમાં આવેલ પેકેજીંગ કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠયા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ફાયરની ટીમે ૪ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

Advertisement

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના લાતીપ્લોટ ૨ નંબરમાં આવેલ જુનું નવયુગ ટાઈલ્સ કારખાનામાં હાલ પેકેજીંગ કારખાનું ચાલે છે જે કારખાનામાં ગત રાત્રીના ૧૦ : ૩૦ ના સુમારે અચાનક આગ ભભૂકી હતી અને પૂઠાનું કારખાનું હોય અને આગ થોડીવારમાં ભીષણ બની હતી જેને પગલે તુરંત ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી.

મોરબી ફાયરની બે ટીમો સ્થળ પર દોડી જઈને પાણીનો મારો ચલાવ્યો હતો જોકે આગ એટલી ભીષણ હતી કે લાગલગાટ ચાર કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ ફાયરની ટીમને આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી આગને પગલે કોઈ જાનહાની થવા પામી નથી તેમજ આગ ક્યાં કારણોસર લાગી તે પણ સ્પષ્ટ થયું નથી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.