Abtak Media Google News

કાયદો-વ્યવસ્થા જાળવવા આરોપીઓને પકડવા માટે પોલીસ ઇનામ જાહેર કરતી હોય છે ત્યારે મોરબી જિલ્લાના સીટી એ ડિવિઝન પોલીસ મથક દ્વારા પણ ૪ કુખ્યાત આરોપીઓને પકડવા માટે ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસથી નાસ્તા ફરતા મોરબી સીટી એ ડિવિઝનના ત્રણ અને ટંકારા પોલીસ મથકના એક આરોપીને જે પકડાવશે તેને અને આરોપી પકડાશે તો બાતમીદારને ઇનામ આપવામાં આવશે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા ઈનામી વોન્ટેડ આરોપીઓની યાદી જાહેર કરવામા આવી છે જેમાં મોરબી સીટી એ ડિવિઝનમાં અગાઉ પણ અનેક ગુનાઓમાં ઝડપાઇ ચુકેલા અને હાલમાં ગુજસીટોકના ગુનામાં નાસ્તા ફરતા આરોપી આરીફ ગુલમામદ મીર પર રૂપિયા ૧,૦૦,૦૦૦( એક લાખ) નું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.

તેમજ મકસુંદ ગફુરભાઈ સમા પર રૂપિયા ૪૦,૦૦૦(ચાલીસ હજાર)નું , કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઈ મતવા પર રૂપિયા ૩૦,૦૦૦(ત્રીસ હજાર)નું અને ટંકારા પોલીસ મથકના વોન્ટેડ આરોપી કમલેશ કુંટિયા પર રૂપિયા ૨૦,૦૦૦(વિસ હજાર) નું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.