Abtak Media Google News

બાબા આદમ વખતની સિસ્ટમ ક્યારે અપગ્રેડ કરાશે?

બિમાર સિસ્ટમને લઈ દર્દીઓની હાલત કફોડી

સૌરાષ્ટ્રભરના ગરીબ અને મઘ્યમવર્ગના દર્દીઓની સારવાર માટેનું કેન્દ્ર સમાન પી.ડી.યુ. હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી અંધેરી નગરીને ગઁડુ રાજા જેવી સ્થિતી સર્જાઇ છે. સીવીલ હોસ્પિટલમાં ફરજ બજાવતા મોટી સંખ્યાનો સ્ટાફ તગડો પગાર મેળવી જરુરીયાતમંદ દર્દીઓને મદદરુપ થઇ આશીર્વાદ મેળવવાના બદલે દર્દીઓને પડતી હાલાકી અંગે ઉદાસીનતા દાખવતા હોવાથી દર્દીઓને વિના કારણે મુશ્કેલી વેઠવી પડતી હોવા છતાં હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરી ગુનાહિત બેદરકારી દાખવી રહ્યા છે.

સીવીલ હોસ્પિટલ માં છેલ્લા કેટલાક સમયથી કોમ્પ્યુટર સિસ્ટમ અપગ્રેટ ન થઇ હોવાના કારણે વારંવાર કોમ્પ્યુટર સિસ્ટમ ઠપ્પ થઇ જતા સીવીલ હોસ્પિટલની તમામ કાર્યવાહી ખોરવાઇ જાય છે. જેના કારણે દર્દીઓ કેસ કઢાવામાં અને દવા મેળવવામાં કલાકો સુધી રાહમાં સમય વ્યતિત કરે છે.

રાજકોટ સીવીલ હોસ્પિટલમાં નવી ઓપીડી બિલ્ડીંગ બન્યું ત્યારે જ કોમ્પ્યુટર સિસ્ટમ સાથે અતિ આધુનિક બનાવામાં  આવી હતી. સીવીલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરના અંદાજે ૩પ૦૦ થી ૪૦૦૦ હજાર સુધી દર્દીઓ આઉટડોર અને ઇન્ડોર સારવાર માટે આવતા હોવાથી દર્દીઓની માંદગી સહીતની ડિટેઇલ કોમ્પ્યુટર માઁ રહે અને દર્દીઓને ઝડપથી કેસ મળી રહે તેમજ છેલલે કર્યા તબીબે તપાસ કરી રહે દવા લખી કેસમાં રહે તેવી સારી સવગડ ઉભી કરવામાં આવી હતી.

Img 20190426 111846A

સારા ઉદ્દેશ સાથે શરુ કરાયેલી કોમ્પ્યુટર સિસ્ટમ છેલ્લા ૧૦ થી ૧ર વર્ષ જુની હોવાથી તેમાં વારંવાર વાયરસ આવી જતો હોય છે. અને ગમુે ત્યારે કોમ્પ્યુટર હેંગ થઇ જવાના કારણે કેસ કાઢવાની માંડી તમામ વિભાગમાં સારવારને લગતી કાર્યવાહી ઠપ્પ થઇ જતાં સીવીલ હોસ્પિટલમાં કફોડી હાલત સાથે દર્દીઓની ભીડ જામે છે.

સીવીલ હોસ્૫િટીલમાં કરોડોના ખર્ચે ખડકી દેવામાં આવેલી કોમ્પ્યુટર સિસ્ટમ અપગ્રેટ કરવા માટે મોટી રકમની ગ્રાન્ટ આવતી હોવા છતાં અને રવિવારે હોસ્પિટલમાં દર્દીઓની ભીડ ન હોય ત્યારે કોમ્પ્યુટર સિસ્ટમ અપગ્રેટ કરવાની તાતી જરુર હોવા છતાં હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ આ અંગે ગુનાહિત બેદરકારી દાખવતા હોવાને કારણે દર્દઓ ભારે હાલાકી સાથે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

સીવીલ હોસ્પિટલમાં કોમ્પ્યુટર સિસ્ટમ ઠપ્પ થઈ જવાની ઘટના રોજીંદી બની ગઈ હોય તેમ દર્દીઓ અને કોમ્પ્યુટર પર કામ કરતા હોસ્પિટલનો સ્ટાફ વારંવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે. કોમ્પ્યુટર સિસ્ટમની પુન: કાર્યરત કરવા માટે એન્જીનીયરોની ફોજ પણ તહેનાત હોય છે. પણ તેઓ સિખાવ હોવાથી સીવીલ હોસ્પિટલના વારંવાર બિમાર રહેતા કોમ્પ્યુટર એન્જીનીયરો દ્વારા સારવાર કાર્યગત નિવડતી નથી.

સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને કોમ્પ્યુટર પર કામ કરતા સ્ટાફની વારંવારની ફરિયાદ હોસ્પિટળના જવાબદાર અધિકારીના બહેરા કાને અથડાતી હોય તેવું જણાઈ રહ્યું છે. સીવીલ હોસ્પિટલ બહેરાશ ધરાવતા અધિકારીઓને પણ ઈએનટી સર્જન પાસે સારવારની જરૂર જણાતી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડો.મનીષ મહેતા પાસે વહિવટી પ્રક્રિયાની જવાબદારી વધુ રહેતી હોવાથી તેઓ દર્દી અને સ્ટાફની કેર કરવામાં ઉણા ઉતરતા હોય તેમ આધુનિક બનેલી હોસ્પિટલની જાળવણી (સારવાર) કરવામાં નિષ્ફળ નિવડયા છે.સીવીલ હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ અને કે.ટી. ચિલ્ડ્રનનાં ગજગ્રા અને વિવાદના કારણે સીવીલ હોસ્પિટલનું જરૂરી ટ્રીટમેન્ટ ન થતા સ્ટાફ અને દર્દીઓનો ખો નિકળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.