Abtak Media Google News

નવી બોટલ જુનો દારૂ !!!

પાંચ ટકાના જીએસટી સ્લેબમાં આવતી તમામ ચીજવસ્તુઓ પર એક ટકાનો સેસ બે વર્ષ માટે લગાવવામાં આવશે

કેરળમાં આવેલા પુરથી જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયેલુ હતું ત્યારે જે નુકશાની કેરળને વેઠવી પડી હતી તેને લઈ કેરળ સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં જીએસટી ઉપર એક ટકો સેશ લાદવાનું નકકી કરવામાં આવ્યું છે. પહેલાના સમયમાં જયારે જીએસટીની અમલવારી નહોતી થઈ ત્યારે લોકોએ તમામ પ્રકારના કર ભરવા પડતા હતા. પરંતુ સરકારની નવી યોજના વન નેશન વન ટેકસ અંતર્ગત જીએસટી લાગુ કરવામાં આવ્યો હતો જેથી જીએસટી દર લાગુ થતાંની સાથે જ નાગરિકોએ અન્ય કોઈ કર ભરપાઈ કરવામાં આવતી ન હતી.

જીએસટી ટેકસ લાગુ થવાની સાથો સાથ જયારે કેરળ સરકાર દ્વારા જીએસટી પર એક ટકો સેશ લાગુ કરવાનો નિર્ણય લીધો છે તેનાથી જનજીવન ફરીથી અસ્ત-વ્યસ્ત થઈ ગયું હોય તેવું માનવામાં આવે છે. ત્યારે કેરળ સરકાર દ્વારા કેરળમાં આવેલા પુરમાં થયેલા નુકશાને પહોંચી વળવા માટે જીએસટી પર એક ટકાનો સેશ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. વિશેષરૂપથી વાત કરવામાં આવે તો જે કોઈ ચિજ-વસ્તુઓ જીએસટી દરમાં ૫ ટકાના દર પર આવતી હોય તે તમામ ચિજ-વસ્તુઓ પર એક ટકાનો સેશ લાગુ કરવામાં આવશે કે જે બે વર્ષ સુધી જ ચાલુ રખાશે. આ નિર્ણયથી ભારતના અન્ય રાજયોની સરખામણીમાં કેરળ એકમાત્ર એવું રાજય બન્યું છે કે જીએસટીના અમલવારી બાદ સેશ લાગુ કરવામાં આવ્યો હોય.

આ પૂર્વે કેરળ સરકાર દ્વારા ૧ એપ્રીલના રોજ સેશ લાગુ કરવાની વાત સામે આવી હતી પરંતુ લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ આ નિર્ણય પાછો ઠેલવવામાં આવ્યો હતો. ત્યારે કેરળના સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સોમવારના રોજ એક ટકાનો સેશ લાગુ કરવાનો નિર્ણય પર મ્હોર મારી હતી.

જેમાં ગોલ્ડ, સીલ્વર અને પ્લેટીનમ જવેલરીની ખરીદી પર ૦.૨૫ ટકાનો કેલામીટી સેશ લગાવવામાં આવશે.ત્યારે કેન્દ્રના જીએસટી કાઉન્સીલ દ્વારા કેરળને મંજૂરી આપતા આગામી બે વર્ષ માટે જીએસટી પર એક ટકાનો કેલામીટી સેશ લાગુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આનાથી કેરળ સરકારને પ્રતિવર્ષ ૬૦૦ કરોડ રૂપિયાની આવક થવાની પણ સંભાવના સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.