Abtak Media Google News

સ્વચ્છતા અભિયાન તેમજ ઘનિષ્ઠ વૃક્ષારોપણ યોજાશે: અબતકની મુલાકાતે આવેલા તબીબી અધિક્ષક ડો. મનીષભાઇ મહેતા અને જયંતભાઇ ઠાકરે આપી કાર્યક્રમની વિગતો

રાજકોટ શહેર પીડીયુ સીવીલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. મનીષભાઇ મહેતા તેમજ મેડીકલ કોલેજના કાઉન્સેલર જયંત ઠાકરએ અબતકની શુભેચ્છા મુલાકાતે આવ્યા ત્યારે જણાવ્યું હતું કે તાજેતરમાં યોજાઇ ગયેલ લોકસભા ચુંટણીમાં મોબાઇલ એકસ-રે, મશીન હાડકાના દર્દીઓને ઓ.પી.ડી.માંથી બીજે જવું ન પડે તે માટે ડીએએબીલીટી સર્ટી. કાઢવા તેમજ નિદાન કરવા માટે ડીઝીટલ એકસરે મશીન, પોર્ટેબલ- મોબાઇલ હાઇ ફ્રીકવન્સી એકસરે મશીન-૧ માટે રૂ|૭.૯૫ લાખ તેમજ હોસ્પિટલના દર્દીઓના પરીવહન માટે એમ્બ્યુલન્સ માટે રૂ| ૧૧,૧૭,૮૭૦/- ની એક કુલ રૂ| ૩૯,૯૨,૩૭૦/- ની ગ્રાન્ટ ફાળવેલ છે.

આમ પીડીયુ સીવીલ હોસ્પિટલમાં આ સાધન સવલતોથી સૌરાષ્ટ્રભર સહીત રાજકોટઠના લાખો દર્દીઓને ખુબ જ રાહત થશે. ત્યારે ડો. મનીષભાઇ મહેતા અને જયંત ઠાકરે જણાવેલ  કે રાજકોટની પીડીયુ સીવીલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાંથી અસંખ્ય જરુરીયાત મંદ દર્દીઓનો ભારે ધસારો રહેતો હોય તયારે વ્યવસ્થાના ભાગરુપે ગુજરાત સરકારનું આ બધું એક સવેદનશીલ પગલું ખુબ જ આવકારદાયક અને અભિનંદન પાત્ર છે. હોસ્પિટલને લગતી અન્ય સમસ્યાઓ પણ ટુંક સમયમાં હલ થઇ જશે. એમ અંતમાં ડો. મનીષભાઇ મહેતા અને જયંત ઠાકરે અંતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.