Abtak Media Google News

વિજેતા ટીમ પિરામીટર ક્રિકેટ ઈલેવનને રૂા.૨,૫૧,૦૦૦નો રોકડ પુરસ્કાર જ્યારે રનર્સઅપ ટીમ અમદાવાદની સાંઈબાબાને રૂા.૧,૫૧,૦૦૦ રોકડ પુરસ્કાર અપાયો

સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ અને એસજીવીપી સૂર્યા સ્પોર્ટસ એકેડેમી દ્વારા યોજાયેય જીપીએલ-૯ ટેનિસ બોલમાં ગુજરાતની ૧૨૮ ઉપરાંત ક્રિકેટ ટિમોએ ભાગ લીધો હતો. જેમાં વડોદરાની પિરામીટાર ક્રિકેટ ઇલેવન ટીમે અમદાવાદની સાંયબાબા ક્રિકેટ ઇલેવન ટીમને ચાર વિકેટે હરાવતા, પિરામીટાર ક્રિકેટ ઇલેવન ટીમ પ્રથમ વિજેતા જાહેર થયેલ છે.

વિજેતા ટીમને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, એ.કે.જાડેજા,  એસ.એસ.લાંભા, રવજીભાઇ હિરાણી યુકેના હસ્તે વિજેતા ટીમને રુ.૨,૫૧,૦૦૦/ રોકડા પુરસ્કાર અને ટ્રોફી તેમજ રનર્સ-અપ ટીમ સાંઇબાબા ક્રિકેટ ઇલેવનને રુ. ૧,૫૧,૦૦૦/- રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત કરવામાં આવેલ. તેમજ ૧. મેન ઓફ ધ સીરીજ સુરજકુમાર ભડોરીયા રુ.૨૫,૦૦૦/- અને શીલ્ડ ૨. બેસ્ટ બેટ્સમેન શંભુ રાવજી રુ.૧૫,૦૦૦/-અને શીલ્ડ ૩. બેસ્ટ બોલર હિરેન રાજપુત રુ.૧૫,૦૦૦/-અને શીલ્ડ એનાયત કરવામાં આવેલ. આ પ્રસંગે શા.ધર્મવત્સલદાસજી સ્વામી, શા. ભકતવત્સલદાસજી સ્વામી, મેમનગર કોઠારી મુક્તસ્વરુપદાસજી સ્વામી, પ્રિયવદનદાસજી સ્વામી, કુંજવિહારીદાસજી સ્વામી વગેરે સંતો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.