Abtak Media Google News

હાલ ૧૫૦ મેમ્બર સંસ્થામાં કાર્યરત: હોદેદારો ‘અબતક’ ના આંગણે

રાજકોટ સાઉન્ડ એન્ડ સ્ટેજ લાઈટ ઓર્નસ એસોસીએશનની તાજેતરમાં ડીલાઈટ પાર્ટી પ્લોટ ખાતે વાર્ષિક સામાન્ય સભા તેમજ નવી પ્રમુખ પદ તરીકે ચૂંટણી યોજવામાં આવી હતી. તેમાં પ્રમુખ પદના દાવેદાર માટે બે વ્યકિત કમલેશ ડોડીયા અને વિરાંગ ત્રિવેદી હતા તે પૈકીનાં કમલેશ ડોડીયાએ પોતાની દાવેદારી પાછી ખેંચી લેતા વિરાંગ ત્રિવેદીને કાર્યકારી વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રમુખ પદે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

હાલ આ એશો.માં ૧૫૦ જેટલા વેપારી સભ્યો છે. અને નવા જોડાવા માટે જનક દવે ૯૮૨૫૦ ૭૫૨૫૮ સુનિલ પટેલ ૯૮૨૫૦૭૭૫૧૦નો સંપર્ક કરી શકે છે. નવી કારોબારીમાં પ્રમુખ વિરાંગ ત્રિવેદી, ઉપપ્રમુખ સુનિલ પટેલ, મંત્રી અનંત ચૌહાણ, સહમંત્રી રોહિત વાડોદરીયા, ખજાનચી આરિફ ડેલા, સેક્રેટરી જનક દવે, અર્જુન મહેર અને નિલેશ પટેલ વગેરેની કમિટી મેમ્બર તરીકે વર્ણી કરવામાં આવી હતી.

એસોસીએશન છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છે અને ટ્રેનીંગ પ્રોગ્રામ, સેમીનાર જેવાકાર્યક્રમોનું આયોજન કરે છે. આ ઉપરાંત ફંડ એકત્રીત કરી મેમ્બરને મુશ્કેલીના સમયે સહયોગી બને છે. નવા વર્ષે હોદેદારોની વરણી થતા ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.