Abtak Media Google News

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ગેસના ભાવોમાં રાહત આપવામાં આવી છે ત્યારે હજુ પણ વધુ રાહતની માંગ સિરામિક ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવી હતી સાથે જ કર સમાધાન યોજનામાં સિરામિક ઉદ્યોગના પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

Advertisement

એનજીટી કોર્ટના આદેશ બાદ કોલગેસ બંધ થતા ઉદ્યોગોને ઓછા ભાવે નેચરલ ગેસ મળે તેવા હેતુથી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ ઇન્ડસ્ટ્રીયલ ગેસના ભાવોમાં રૂ. ૨.૫૦ નો ઘટાડો કરેલ છે ત્યારે આજે મોરબીના સિરામિક એસો અગ્રણી તેમજ ઉદ્યોગપતિઓ મુખ્યમંત્રીને રૂબરૂ મુલાકાત્ત કરીને ઉદ્યોગો ગ્રીન ફયુલનો વપરાશ કરે તે માટે ગેસના ભાવઘટાડા માટે રજૂઆત કરી હતી સાથે ગુજરાત સરકાર દ્વારા બજેટમાં કર સમાધાન યોજના જાહેર કરેલ છે જેમાં મોરબીના સિરામિક ઉદ્યોગોના પ્રશ્નોનું પણ સમાધાન આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી મોરબી સિરામિક એસોના હોદેદારો તેમજ ઉદ્યોગપતિઓએ મુખ્યમંત્રીનો ગેસના ભાવઘટાડા માટે આભાર વ્યક્ત કરીને મો મીઠું કરાવ્યું હતું તેમજ સિરામિક ઉદ્યોગની માંગણીઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.