Abtak Media Google News

વૈશ્વિક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનારી હિમાદાસ બાદ બીજી ભારતીય એથ્લેટ બની

રાષ્ટ્રીય રેકોર્ડ બનાવનાર દુતીચંદ વિશ્ર્વ યુનિવર્સિટી રમતોમાં ૧૦૦મીટરની દોડમાં સુવર્ણ પદક જીતીને આ રમતોમાં અવ્વલ રહેનારી પ્રથમ ભારતીય મહિલા ટ્રેક અને ફીલ્ડ ખેલાડી બની ગઈ છે. ૨૩ વર્ષિય દુતીએ ૧૧.૩૨ સેક્ધડમાં રેસ જીતી છે. ચોથી લાઈનમાં દોડતી હતી આઠ ખેલાડીઓમાં પહેલા નંબર પર રહી જયારે સ્વીટઝરલેન્ડની ડેલ પોટે ૧૧.૩૩ સેક્ધડ સાથે બીજા સ્થાન પર છે.

જયારે ઓરિસ્સાની દુતી વૈશ્ર્વિક સ્પર્ધામાં સ્વર્ણપદક જીતનારી હિમાદાસ બાદ બીજી ભારતીય એથ્લીટ બની ગઈ.

મહત્વનું છે કે હિમાએ ગત વર્ષે વિશ્ર્વ જૂનિયર એથ્લેટિકસ ચેમ્પિયનશીપમાં ૪૦૦ મીટરમાં કાંસ્યચંદ્રક મેળવ્યો હતો.

દુતીએ એશિયાઈ ખેલ ૨૦૧૮માં ૧૦૦ અને ૨૦૦ મીટરમાં રજત પદક જીત્યો હતો. તે યુનિવર્સિટી ખેલમાં સ્વર્ણ પદક જીતનારી બીજી ભારતીય ખેલાડી બની ગઈ.

ખેલના આ સંસ્કરણમાં ભારત માટે આ પહેલુ ગોલ્ડ મેડલ છે. આ અગાઉ યુનિવર્સિટી ગેમ્સના ઈતિહાસમાં કોઈ પણ ભારતીય મહિલા એ ૧૦૦ મીટર સ્પર્ધાની ફાઈનલ સુધી પહોચી નથી.

મહત્વનું છે કે દૂતી સમલેંહભિક છે.તેણે જણાવ્યું કે મારા આ રિલેશનથી મારા માતા અને બહેન નાખુશ છે જોકે મે મારી પર્સનલ લાઈફને સ્પોર્ટસ સાથે કયારેય જોડી નથી અને આ ગોલ્ડ મેડલ તેનું જ પરિણામ છે.

હું સમલેંગિક છુ એના કારણે મારા રિલેશનને લઈને ઘણા બધા લોકોએ સોશ્યલ મિડિયા તેમજ ફેસબુક પર મારી કરીયરને લઈને સવાલ ઉઠાવ્યા હતા પરંતુ આ દરેક ને મેં જીત હાંસલ કરી જવાબ આપી દીધો છે.વધુમાં દુતીએ જણાવ્યુંં કે પાછલા કેટલાક વર્ષ મારે માટે ખૂબજ દુ:ખ દાયક હતા મારા સમલૈગિક હોવાને કારણે લોકો મને ધુત્કારતા હતા. પરંતુ હું મારા પાર્ટનર સાથે ખૂશ છું તેનું મારા જીવનમાં આગમન યોગ્ય સમયે થયું છે. તે મારા માટે વિજયની પ્રાર્થના કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.