Abtak Media Google News

સુરત શહેરમાં આકાર લેનારા 40 કિલોમીટરના મેટ્રો રેલ પ્રોજેક્ટમાં હવે ટેન્ડર બહાર પાડવાની તૈયારી શરુ થઈ ગઈ છે. સુરત મેટ્રો રેલ કોર્પોરેશન (SMRC)ની તાજેતરમાં જ પહેલી મિટિંગ મળી હતી. જેમાં પહેલા 10 કિમીના ફેઝમાં શરુ થનારા કામ અંગે ચર્ચા કરવામાં આવી હતી. SMRCના એમડી તરીકે એમ. થેન્નારસનની નિમણૂંક કરવામાં આવી છે. પહેલા ફેઝમાં ડ્રિમ સિટીથી કદરશાની નાળ સુધી સુધી મેટ્રો દોડાવવાનું આયોજન છે.

aSMRCના એમડી થેન્નારસને મિટિંગ બાદ જણાવ્યું હતું કે, સરથાણા કન્વેન્શન સેન્ટર નજીક એલાયમેન્ટનું ફાઈનલાઈઝિંગ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેના પૂર્ણ થયા બાદ ટેન્ડર બહાર પાડવામાં આવશે. શરુઆતના તબક્કામાં એલિવેટેડ કોરિડોર પર 10 મેટ્રો સ્ટેશન બનાવવામાં આવશે અને દરેક સ્ટેશન પાછળ અંદાજે 250 કરોડ રુપિયાનો ખર્ચ આવશે.

સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ 12,000 કરોડનો છે, જેમાં 40 કિમી લાંબી મેટ્રો લાઈન નાખવામાં આવશે. મેટ્રોના કુલ 38 સ્ટેશનોમાંથી ચાર સ્ટેશન પીપીપી ધોરણે બનાવવામાં આવશે. એક સ્ટેશનનો ખર્ચ હાલ 111 કરોડ રુપિયા અંદાજાઈ રહ્યો છે. કોરિડોર નં.1માં રુપાલી કેનાલ અને અલથાણ ટેનામેન્ટ સ્ટેશન તેમજ કોરિડોર નં.2માં એક્વેરિયમ અને અઠવા ચોપાટી સ્ટેશન વધારાની FSI વેચીને SMC બનાવશે. કોર્પોરેશન 1,343 કરોડની વધારાની આવક ઉભી કરવા પણ આયોજન કરશે. પ્રાઈવેટ પાર્ટનર્સ સાથે મળીને SMC દ્વારા ચાર સ્ટેશનો બનાવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.