Abtak Media Google News

ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને ભારતના આધારસ્તંબ બેટ્સમેન વિરાટ કોહલી હાલ ઇન્ફોર્મ છે અને ચેમ્પિયન ટ્રોફીમાં પણ ફોર્મ જાળવી રાખતા સાતત્ય પૂર્ણ દેખાવ કર્યો હતો. બાંગલાદેશ સામે રમાયેલી સેમી ફાઇનલમાં પણ 92 રનની અણનમ પારી રમતા તેને એક વધારે વિશ્વવિક્રમ પોતાને નામે કર્યો છે. વિરાટ કોહલી વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 8000 રન કરનારો બેટ્સમેન બની ગયો છે. આ પેહલા આ રેકોર્ડ સાઉથ આફ્રિકાના એબી ડિવિલિયર્સના નામે હતો જે હવે વિરાટના નામે થઈ ગયો છે. આ રેકોર્ડમાં વિરાટે ભારત રત્ન સચિન અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી તેમજ બ્રાયન લારાને પાછળ રાખી દીધા હતા. વિરાટને 8000 રન કરવા 88 રનની જ જરૂર હતી જે તેને બાંગલાદેશ સામે 92 રનની રમત દરમિયાન આ માઈલસ્ટોનને પહોચ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.