Abtak Media Google News

એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે કચ્છ ભુજના માંડવી ખાતેથી બેને રૂપિયા એક કરોડની કિંમતના બ્રાઉનસુગર સાથે રવિવારે ઝડપી લીધા હતા. બંને આરોપી માંડવીમાં ડિલિવરી આપવા માટે બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ઝડપાયા હતા.

ઇન્ટરનેશનલ માર્કેટમાં એક કરોડની કિંમત ધરાવતા બ્રાઉનસુગરના જથ્થા સાથે બે વ્યક્તિ માંડવીમાં ડિલિવરી આપવા માટે આવવાના હોવાની દેવભૂમિ દ્વારકાના નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલને બાતમી મળી હતી, જેના આધારે એટીએસ અમદાવાદથી પીઆઈ વી.આર.મલ્હોત્રા અને એન.એલ.દેસાઈ તથા સ્ટાફ માંડવી રવાના થયો હતો. દરમિયાન માંડવીથી બે કિમી દુર કોડાઈ ત્રણ રસ્તા પાસે જલારામ અન્નક્ષેત્ર નજીક બાઇક પર પસાર થઈ રહેલા સામેજા નાસીરહુસેન ઉર્ફે રાજા (માંડવી) તથા ઉમર વાધેર (કાછડા, માંડવી)ને રોકી તપાસ કરતા તેમની પાસેથી એક કરોડની કિંમતનું બ્રાઉનસુગર મળી આવ્યું હતંુ.

આથી આરોપીઓને એટીએસે તેમની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યના સરહદી વિસ્તારોમાં માદક દ્રવ્યોની હેરાફેરીના વધતા પ્રમાણ સામે પોલીસ સર્તક બની છે અને સપ્લાયર, ડિલિવરી કરનારા સામે પોલીસ ચાંપતી નજર રાખી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.