Abtak Media Google News

ડોપીંગમાં ક્રિકેટર અક્ષય દુલારવાર અને દિવ્ય ગજરાજ પણ સસ્પેન્ડ

બીસીસીઆઈ દ્વારા ક્રિકેટરો માટે અનેક વખત ડોપીંગ ટેસ્ટ કરાવવામાં આવતા હોય છે જે ટેસ્ટમાં ખબર પડે છે કે, ક્રિકેટરો કોઈ કેફી પદાર્થનું સેવન કર્યું છે કે કેમ ? તેનાં આધારે કોઈપણ ટુર્નામેન્ટમાં રમવું કે નહીં તે વિષય પર ચર્ચા કરવામાં આવતી હોય છે. પ્રથમ વખત એવું બન્યું છે, જેમાં ક્રિકેટરે કફ સિરપનો ઓવરડોઝ થતાં ડોપીંગ ટેસ્ટમાં ફેઈલ થવાથી તેને ક્રિકેટ રમવા પર ૮ માસનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે જેથી હવે ક્રિકેટરોએ તેમનું સ્વાસ્થ્ય જાળવવા માટે કયાં પ્રકારની દવાઓ લેવી તે માટે બીસીસીઆઈને ડિસ્કલોઝર આપવું પડશે જે બાદ તે અંગેનો નિર્ણય લેવામાં આવશે ત્યારે ડોપીંગ ટેસ્ટમાં ફેઈલ થતાં પૃથ્વી શો પર આઠ માસ માટે ક્રિકેટ રમવા પર બીસીસીઆઈએ પ્રતિબંધ મુકયો છે. સાથોસાથ અન્ય બે ક્રિકેટરો જેમાં અક્ષય દુલારવાર અને દિવ્ય ગજરાજને પણ ડોપીંગ ટેસ્ટમાં નાપાસ થતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વર્ષ ૨૦૧૮માં અન્ડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપમાં પોતાની કેપ્ટનશીપ અને બેટિંગી સૌને પ્રભાવિત કરનારો ખેલાડી પૃથ્વી શોને ડોપિંગ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો છે. ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા બીસીસાઈએ તેને ૮ મહિના માટે સસ્પેન્ડ કરી દીધો છે. પૃથ્વી શો ૧૫ નવેમ્બર ૨૦૧૯ સુધી ક્રિકેટી દૂર રહેશે. બીસીસીઆઈ અનુસાર, ફેબ્રુઆરી ૨૦૧૯માં પૃથ્વી શોનો યૂરિન ટેસ્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન એન્ટી ડોપિંગ પ્રોગ્રામ અંતર્ગત લેવામાં આવ્યો હતો. ટેસ્ટમાં ઝયબિીફિંહશક્ષય મળી આવ્યું જે પ્રતિબંધિત છે. બીસીસીઆઈના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુંબઈ ક્રિકેટ સંઘ સો જોડાયેલા પૃથ્વી શોને ડોપિંગ ટેસ્ટ પોઝિટવ આવ્યા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. શોએ અજાણતા પ્રતિબંધિત પર્દાનું સેવન કર્યું હતું. આ પર્દા સામાન્ય રીતે ઉધરસની દવામાં મળી આવે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, શોએ ઉલ્લંઘનના આરોપ સ્વીકારી લીધો છે અને કહ્યું છે કે તેણે અજાણતા આવું કર્યું હતું, કેમ કે તને ઉધરસ હતી એટલા માટે તેણે કફ સિરપ લીધી હતી. બીસીસીઆઈએ તેમના સ્પષ્ટીકરણને સ્વીકારી તેના પર ૮ મહિનાનો પ્રતિબંધ મૂક્યો છે. તે ૧૫ નવેમ્બર ૨૦૧૯ સુધી તમામ પ્રકારની ક્રિકેટમાંથી સસ્પેન્ડ રહેશે.

નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, બીસીસીઆઈ એડીઆરના અનુચ્છેદ ૧૦.૧૦.૩ના મતે શોએ ૧૬ જુલાઈના રોજ લગાવવામાં આવેલા અસયી પ્રતિબંધને પૂર્ણ કરશે. આ ઉપરાંત શોએ પોતાની ભૂલ સ્વીકારી છે એટલા માટે બીસીસીઆઈ એડીઆરના અનુચ્છેદ ૧૦.૧૦.૨ના મતે તેના સસ્પેશનને તે સમયી ગણવામાં આવશે જ્યારે તેણે (૨૨ ફેબ્રુઆરી)આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે પૃથ્વી શો ઈજાને કારણે છેલ્લા ઘણા સમયી ઈન્ટરનેશનલ ક્રિકેટી દૂર હતો. વેસ્ટ ઈન્ડિઝ ટુર માટે પણ તેનું સિલેક્શન કરવામાં આવ્યું ની. પૃથ્વીએ છેલ્લી ઈન્ટરનેશનલ ટેસ્ટ મેચ ૨૩ ઓક્ટોબર ૨૦૧૮માં વેસ્ટ ઈન્ડિઝ સામે હૈદરાબાદમાં રમી હતી. પૃથ્વીએ ભારત તરફી બે ટેસ્ટ રમી છે. જેમાં તેના નામે એક સેન્ચૂરી અને એક હાફસેન્ચૂરી નોંધાયેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.