Abtak Media Google News

આગામી તારીખ 16 ઓગસ્ટના રોજ મોરબી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ફોર વ્હિલર (કાર) માટે GJ 36 R નંબરની નવી સિરીઝ શરૂ થઈ રહી છે. R નંબરની આ સિરીઝ માટે ગોલ્ડન નંબરનો પ્રારંભિક ચાર્જ 25000, સિલ્વર નંબરનો ચાર્જ 10000 તથા અન્ય પસંદગીના નંબર માટે 5000 રૂપિયાનો મિનિમમ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.

Advertisement


આમાં નંબર ફાળવવાની પ્રક્રિયા ઓનલાઈન રહેશે અને પસંદગીના કોઈપણ નંબરો માટે 5000 રૂપિયા ચૂકવવા પડશે. પસંદગીના નંબરો મેળવવા માટે તારીખ 24 જુલાઈથી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જે 14 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માટે https://vahan.parivahan.gov.in/fancy/ સાઈટની મુલાકાત લેવાની રહેશે. 15 ઓગસ્ટ 2019ના રોજ સવારે 09:00થી તારીખ 16 ઓગસ્ટના રોજ સાંજે 04:00 કલાક સુધી ઓનલાઈન હરજી ચાલુ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.