Abtak Media Google News

સોમનાથ મંદિરે વહેલી સવારે ૪ વાગ્યાથી રાત્રીનાં ૧૧ વાગ્યા સુધી હર…હર…મહાદેવનાં નાદ સાથે હજારો શિવભકતો દર્શનાર્થે ઉમટશે: પાલખીયાત્રા યોજાઈ

પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસનાં પ્રથમ સોમવારે દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. આજે વહેલી સવારે ૪ વાગ્યાથી સોમનાથ મહાદેવનાં દર્શન ખુલ્લા મુકાયા છે. વહેલી સવારે ૪ વાગ્યે પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરમાં શ્રાવણનાં પ્રથમ સોમવારે આખો દિવસ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું છે. સવારે મંદિર પરિસરમાં સોમનાથ દાદાની પરંપરાગત રીતે ભવ્ય પાલખીયાત્રા યોજાઈ હતી. દિવસભર જય સોમનાથનાં નાદ સાથે ભાવિકોનાં ઘોષથી મંદિરનું પ્રાંગણ ગુંજી ઉઠયું હતું. મહત્વનું છે કે, આજે શ્રાવણનાં પ્રથમ સોમવારે દાદાને વિશેષ રૂદ્રાનાં શૃંગાર થશે.  સોમનાથ મંદિર શ્રાવણ માસનાં પહેલા સોમવારે સવારે ૪ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી ૨૦ કલાક સુધી ખુલ્લુ રહેશે. મંદિર સવારે ૪ વાગ્યે ખુલ્યા બાદ પ્રતિ: મહાપૂજા ૬:૧૫ થી ૭ સુધી, પ્રાંત આરતી સવારે ૭ કલાકે નૂતન ઘ્વજારોહણ સવારે ૮ કલાકે, સવાલક્ષ બિલ્વપુજા પ્રારંભ સવારે ૮:૩૦ કલાકે, મહામૃત્યુજય યજ્ઞ સવારે ૮:૪૫ કલાકે, સોમનાથ દાદાની પાલખીયાત્રા સવારે ૯:૧૫ કલાકે, મધ્યાહન મહાપૂજન બપોરે ૧૧ થી ૧૨ સુધી, મધ્યાહન આરતી બપોરે ૧૨ કલાકે ‚દ્રાક્ષનાં શૃંગાર દર્શન સાંજે ૫ થી ૯ દિપમાળા સાંજે ૬:૩૦ થી ૮ સાંય આરતી સાંજે ૭ કલાકે મંદિર રાત્રે ૧૧ વાગ્યે બંધ થશે.

પ્રથમ સોમવાર હોવાથી હજારો શિવભકતો પગપાળા આવતા હોય તેના માટે ઠંડુ પાણી, ચા, કોફી, નાસ્તો, ફરાળની વ્યવસ્થા અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે. તેમજ દેશ-વિદેશથી પણ હજારો શિવભકતો દર્શનાર્થે પહોંચી રહ્યા છે. મહત્વનું છે કે, સૌરાષ્ટ્ર સહિત રાજકોટમાં પણ આજે વહેલી સવારથી શિવાલયોમાં જય ભોલેનાથનાં નાદ ગુંજી રહ્યો છે. વહેલી સવારથી શિવભકતો પાણી, દુધનો અભિષેક કરી રહ્યા છે. સાથે સાથે બિલ્વપત્ર દ્વારા પણ પૂજન-અર્ચન કરી ભાવિક ભકતો ધન્યતા અનુભવી રહ્યા છે. રાજકોટનાં જાગનાથ મહાદેવ, ધારેશ્ર્વર, પંચનાથ, મહાકાલેશ્ર્વર રામનાથ, ભુતનાથ મહાદેવમાં ભાવિકો શિવલિંગનું પુજન કરી કૃતાર્થ થઈ રહ્યા છે. મહત્વનું છે કે, શ્રાવણનાં આ પ્રથમ સોમવારે વિવિધ મહાદેવ મંદિરોમાં વહેલી સવારથી ભગવાન ભોળેનાથને રીઝવવા ભકતોની ભીડ જોવા મળી રહી છે.

રૂદ્રાક્ષ ધારણ કરવાથી રોગ દુર થાય

દ્વિમુખથી – મસ્તક, ગુદા, ફેફસા અને પાચનક્રિયા સંબંધી રોગમાંથી મુકિત મળે છે.

ત્રિમુખી – રકતવિકાર, બી.પી.સંબંધી રોગો દૂર થાય છે.

ચતુમુખી – શ્ર્વાસ, દમ, મંદબુદ્ધિ, કમજોરી વિ.દુર થાય છે.

પંચમુખી – મધુપ્રમેહ, બી.પી. સ્ત્રીરોગ વિગેરે રોગમાં ફાયદો કરે છે.

છ:મુખી – નેત્રરોગ, નપુંસકતા, દ્રષ્ટિદોષમાં લાભ કરે છે.

સપ્તમુખી – દુર્બળતા, લકવા, હાડકાનાં દુ:ખાવા, વાઈ સંબંધી રોગોમાં લાભપ્રદ સાબિત થાય છે.

અષ્ટમુખી – ચામડી સંબંધી રોગો, કોઢ, ભય વિગેરેનો નાશ કરે છે.

નવમુખી – હિસ્ટેરીયા, ડિપ્રેશન, માનસિક રોગ, બાળકો-બોલતા કે ચાલતા મોડા શીખે તો દ્રષ્ટિદોષ, પેટની તકલીફ વિગેરેમાં મદદરૂપ થાય છે.

દશમુખી – દમ, સાયટિકા, ગઠીયોવા, જળદર, મંદાગ્નિ વિગેરે રોગોમાં લાભપ્રદ ગણાય છે.

એકાદશમુખી – હૃદય, બી.પી.ડાયાબીટીસ વિગેરે રોગોમાં ધારણ કરવાથી રાહત આપે એવું કહેવાય છે.

દ્વાદ્વશમુખી – કોઢ, ઝાડા, પાંડુરોગ, રતાંધળાપણુ, ભગંદર વિ.દોષથી દુર કરવામાં મદદરૂપ બને છે.

ત્રયોમુખી – આને આયુર્વેદની સંજીવનીની ઉપમા આપવામાં આવી છે જયારે

ચતુર્દશમુખી – આ રૂદ્રાક્ષને દરેક રોગથી મુકિત આપનાર, આધિ, વ્યાધિ, ઉપાધિ દૂર કરી અભેદ રક્ષાકવચ તરીકે ગણવામાં આવે છે. જે માનવીનાં સર્વે તાપ-પાપ-સંતાપ હરી, સુખ, શાંતી અને શાતા અર્પે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.