Abtak Media Google News

અધ્યાપક અને નોન ટીચીંગ સ્ટાફ યુનિયનોએ શિક્ષણ પ્રધાનને રજૂઆત કરી

રાજ્યભરમાં તમામ સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ કોલેજોમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા શિક્ષકો, નોન ટીચીંગ સ્ટાફ અને વિર્દ્યાીઓ માટે ઓનલાઈન હાજરી ફરજીયાત કરવામાં આવી છે. ત્યારે શિક્ષકો અને નોન ટીચીંગ સ્ટાફનો વિરોધ સામે આવ્યો છે. બન્ને જૂના યુનિયનોએ આ પગલાનો વિરોધ કરતા શિક્ષણ પ્રધાનને રજૂઆત કરી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

મળતી માહિતી મુજબ જો કોઈ ફેકલ્ટી મહિનામાં ત્રણ વખત પંચીંગ કરવામાં ૧૦ મીનીટી વધુ મોડુ કરે તો તે રજા ગુમાવશે. ઉપરાંત ફેકલ્ટી દ્વારા વિર્દ્યાીઓની હાજરી લેવાની અને તેને દૈનિક ધોરણે અપલોડ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. આ પગલાનો વિરોધ કરનારાઓએ જણાવ્યું છે કે, આ પ્રક્રિયા ૨૦ થી ૨૫ મીનીટ લઈ લે છે અને શૈક્ષણિક સમયમાં અવરોધરૂપ છે. આચાર્ય મંડળ દ્વારા જ્યાં સુધી સમસ્યાનું સમાધાન ન થાય ત્યાં સુધી ઓનલાઈન હાજરી ન કરવા માટે અનઔપચારિક હુકમ કર્યો હતો. જો કે, મોટાભાગની સરકારી કોલેજોમાં ફેકલ્ટીઓની ૩૦ ટકાથી વધુ જગ્યાઓ ખાલી પડેલ છે અને નોન ટીચીંગ સ્ટાફની પણ જગ્યા વધુ છે. ઉપરાંત ડેટા અપલોડ કરવા માટે ગુજરાતમાં બધી જ જગ્યાએ મોબાઈલ નેટવર્કની ગુણવત્તા સમાન ની. આ નિયમોનું પાલન કરનારની સંખ્યા ઓછી છે પરંતુ તેના કારણે બધાને અસર શે તેવું આચાર્ય મંડળના સભ્યોએ જણાવ્યું હતું.સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ઘણી ખરી કોલેજો સવારની હોય છે જેમાં વિર્દ્યાીઓ કોલેજની સાથોસાથ અન્ય કામ પણ કરતા હોય છે જે હાજરીના ધોરણોને ફરજીયાત બનાવવામાં આવે તો તેનાી ડ્રોપ આઉટદરમાં વધારો ઈ શકે તેમ છે તેમ એક ફેકલ્ટી સભ્યએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.