Abtak Media Google News

આણંદપુર ડેમ, વીલીંગડન ડેમ અને નરસિંહ મહેતા તળાવ એક ઝાટકે છલકાયા’તા: હસનાપુર ડેમ ૨૬ ફુટની સપાટીએ પહોંચ્યા

 જૂનાગઢ  તેમજ સોરઠ  પંથકના લોકોને લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાની ધુવાંધાર ઇનિંગથી જુનાગઢ તેમજ સોરઠ પંથકના લોકોનું જળસંકટ દૂર કર્યુ હતું શહેરની જીવાદોરી સમાન ગણાતા આણંદપુર ડેમ  વિલીંગ્ડન ડેમ છલકાઈ ગયા છે જ્યારે  હસનાપુર  ડેમમાં ૧૦ ફૂટ જેવા નવા નીરની આવક થઈ છે જો કે ઉનાળાના અંત સુધીમાં પણ આખા પંથક પર અતિશય જળસંકટ ઘેરાવા પામ્યું ન હતું  ઉનાળાના અંતમાં પણ ૩૫ ટકા જેવો પાણીનો જથ્થો બચ્યો હતો જરૂરિયાતને પહોંચી વળવા માટે મહાનગર પાલિકા દ્વારા નર્મદાના નીર પણ લેવાતા હતા જે હાલ લેવું ના પાડે તેવી પરિસ્થિતિ થઈ ચૂકી છે અવિરત મેઘમહેર થી પીવાના પાણીની સમસ્યાની સાથે-સાથે  મૂરઝાતી મુલાકાતને પણ નવજીવન મળતા ખેડૂતો પણ  ખુશ ખુશાલ  થયા છે                                                 

 અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જુનાગઢ તેમજ સોરઠ પંથક પર લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાએ વહાલ વરસાવી જૂનાગઢ સહિત આખા સોરઠ પંથકનો પાણી પ્રશ્ન કોલ કરી દીધો છે જૂનાગઢ શહેરની મુખ્ય જીવાદોરી સમાન ગણાતા આણંદપુર ડેમ તેમજ વિલીગડન ડેમ અને નરસિંહ મહેતા સરોવર ને એકઝાટકે છલકાવી દીધા હતા જ્યારે હસ્નાપુર ડેમ માં ૧૦ ફૂટ જેવા નવા નીરની આવક નોંધાઈ હતી આ નવા નીરની આવક થી હાલ ૨૬ ફૂટથી વધારે પાણીનો જથ્થો ડેમમાં છે ડેમની કુલ ક્ષમતા કે ૩૩ ફૂટની છે ડેમ ઓવરફલો થવામાં હવે ગણતરીનો સમયજ બાકી છે જો સારા વરસાદ રહેશે તો તેવુ જાણકાર સુત્રોનું માનવું છે જૂનાગઢ ની વસ્તી ને કુલ ૩૮ એમએલડી પાણીની જરૂરિયાત છે જેમાં  થી મહાનગરપાલિકા ૩૦ એમ.એલ.ડી પાણીની વ્યવસ્થા ગોઠવે છે બાકીના  ૮ એમ એલ ડી લોકો પોતાની  રીતે ખાનગી બોરમાંથી  મેળવે છે જોકે શહેરી વિસ્તારમાંથી   ૬૫ ટકા લોકો જ હાલ મહાનગરપાલિકા  ઉપર નિર્ભર છે બાકીના ૩૫ ટકા લોકો હાલ પોતાના પાણીની વ્યવસ્થા પોતે જાતે કરે છે અને આ લોકોને પાણી પૂરું પાડવા મહાનગરપાલિકા હાલ કાર્યરત છે   જે લક્ષ્યાંક ને  આગામી એક થી બે વર્ષમાં  પહોંચી શકાશે મહાનગરપાલિકાના જવાબદારોએ જણાવ્યું હતું નરસીમહેતા તળાવ ભરાઈ જતાં આસપાસની સોસાયટીના પાણીના તળ ઉંચા આવ્યા છે જેના કારણે વેચાતું પાણી લય ને કામ ચલાવતા લોકોએ પણ ભારે રાહત અનુભવી છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારા વરસાદના કારણે મુરજાતી મોલાતને જીવતદાન મળ્યું છે હજુ સારુ વાતાવરણ મળસેતો ખરીફ પાકોમાં સારો એવો ઉત્પાદનમાં વધારો થય શકે તેમ છે તેવી આશા પણ ખેડુત વર્ગને બંધાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.