Abtak Media Google News

કાળીપાટ ડેમ ઓવરફલો યા બાદ નર્મદાના નીર આજીના સ્ત્રાવ વિસ્તારમાં પહોંચ્યો: ૨૯મી પહેલા ડેમ ૨૦ ટકા ભરી દેવાશે: શહેરીજનો ડેમ સાઇટપર ઉમટ્યા

મચ્છુ-૧ ડેમમાંી છોડાયેલું નર્મદાનું પાણી ૨ દિવસ પૂર્વે ત્રંબા પહોંચ્યું હતું. દરમિયાન ચાર ચેકડેમ અને પાંચ ઉંડી ખાણોને ભરી આજે બપોરે આજી ડેમમાં નર્મદા મૈયાની પાવનકારી પધરામણી તા શહેરીજનોમાં ભારે આનંદ વ્યાપી જવા પામ્યો છે. મેયર સહિતના પદાધિકારીઓએ નર્મદાના નીર મો ચડાવી વધામણા કર્યા હતા.

આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આજે બપોરે આજી ડેમમાં નર્મદા મૈયાની પાવનકારી પધરામણી ઈ ચૂકી છે. રાજકોટની પાણીની સમસ્યાને કાયમી ધોરણે હલ કરવા આજી ડેમને નર્મદાના નીરી ભરી દેવા માટે રાજય સરકાર દ્વારા મચ્છુ-૧ ડેમી ત્રંબા સુધી ૩૧ કિ.મી.ના વિસ્તારમાં પાઈપ લાઈન નાખવામાં આવી છે. આ પાઈપ લાઈન મારફતે બે દિવસ પૂર્વે ત્રંબા ત્રિવેણી સંગમ ખાતે નર્મદાનું પાણી પહોંચ્યું હતું અને આજે બપોરે આજી ડેમના ાવ વિસ્તારમાં નર્મદાનું આગમન ઈ ચુકયું છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આજી ડેમની જળસંગ્રહ શક્તિ ૯૪૪ એમસીએફટીની છે. રોજ ૨૪ એમસીએફટી પાણી ડેમમાંી છોડવામાં આવશે. ૨૯મી જૂનના રોજ જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌની યોજના અંતર્ગત આજી ડેમને નર્મદાના નીરી ભરી દેવાના કામનું લોકાર્પણ કરશે ત્યારે ડેમ ૨૦૦ એમસીએફટી એટલે ૩૦ ટકા સુધી ભરેલો હશે. નર્મદાની આજીમાં પાવનકારી પધરામણી તા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે ટેલીફોન પર મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. સાો સા જણાવ્યું હતું કે, રાજકોટની જળ સમસ્યા હવે ભૂતકાળ બની જશે. જ‚ર પડયે નર્મદાના ફલોમાં પણ વધારો કરવામાં આવશે. આજી ડેમી ન્યારી ડેમ સુધી નર્મદાનું પાણી પહોંચાડવા માટે એકસપ્રેસ ફીડર લાઈનનું પણ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.

નર્મદાનું પાણી આજીડેમ ખાતે પહોંચતાની સો જ લોકો સાઈટ પર ઉમટયા હતા. મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, શાસક પક્ષના નેતા અરવિંદભાઈ રૈયાણી, વોટર વર્કસ સમીતીના ચેરમેન દલસુખભાઈ જાગાણી સહિતના પદાધિકારીઓએ નર્મદા મૈયાના હોંશભેર વધામણા કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.