Abtak Media Google News

એક જ વર્ષમાં ૩૪૬૦ મેગાવોલ્ટ વિન્ડ પાવરમાં વધારો થયો

ગત મંગળવારે ગુજરાતે પાવર જનરેટ કરનાર ટોચનું લેવલ પ્રાપ્ત કર્યુ હતું. આ રાજયના વધારે હવાવાળા સ્થળોના કારણે તથા તેમાં પવનન માટે ક્ષમતાનો વધારો નોંધાવવાના કારણે શકય બન્યું હતું.

રાજયના વિન્ડ પાવર જનરેશન દ્વારા ૩૪૬૦ મેગાવોલ્ટનું ઉત્પાદન વધારે નોંધાયું હતું. જે અત્યાર સુધીના વિન્ડ પાવરમાં સૌથી વધારે રહ્યું છે. આ રીતે વિન્ડ પાવરના ઉત્પાદનમાં વધારો નોંધાતા પ્રાઇવેટ કંપની પાસેથી સરકારને ઉર્જાની ખરીદી કરવામાં મુકિત મળશે.

ગુજરાત ઉર્જા વિકાસ નિગમના ચેરમેન દ્વારા વિન્ડ પાવર જનરેશન ક્ષેત્રે મહત્વની ઉંચાઇ હાંસલ કરવાની વાતને જાહેર કરવામાં આવી હતી. ગત વર્ષથી ગુજરાતમાં વિન્ડ પાવર જનરેટ કરવા માટે પ્રાઇવેટ કંપનીઓ પાસે ૧,૦૦૦ મેગાવોલ્ટની ખરીદી માટે કરાર કરવામાં આવ્યા હતા. ત્યારે આજ રીતે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ઉત્૫ાદન થશે તો વિન્ડ પાવર ક્ષેત્રને  નવોવેગ મળશે જેના થકી સરકારને ખાનગી કંપનીઓ પાસેથી ઉર્જા ખરીદવાનો અવકાશ નહીં રહે.

આ ક્ષેત્રના નિષ્ણાતો જણાવે છે કે હાલ વિન્ડ પાવર ક્ષેત્રે ક્ષમતા વધી હોવાનું શ્રેય ઉર્જા ક્ષેત્રે યુનિયન મિનીસ્ટ્રી દ્વારા નવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના થકી ગુજરાત પવન ઉર્જા ઉત્પન્ન કરવામાં ટોચનો બીજો ક્રમ મેળવ્યો છે. અને ગત વર્ષથી ૧૨૭૫ મેગાવોલ્ટની કેપેસીટી સામે હાલ ૫,૩૩૯ મેગા વોલ્ટનું ઉત્પાદન કરી મહત્વનો વિક્રમ સ્થાપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.