Abtak Media Google News

આજના યુગમાં સુંદર અને સ્માર્ટ દેખાવું તે દરેક માટે મહત્ત્વનું છે. તેથી તેઓ પોતાના પૈસા સૌંદર્ય પ્રસાધનોમાં ખર્ચતા જોવા મળે છે. વ્યક્તિના ચહેરા ઘાટ અને દેખાવમાં દાંત મહત્વનો ભાગ ભજવે છે. સારા દેખાવ વાળી વ્યક્તિને સામાન્ય રીતે વધારે મહત્ત્વ મળે છે તેમજ તેવી વ્યક્તિને આત્મવિશ્વાસ પણ વધારે હોય છે. જેથી તેમને સામાજિક માન-સન્માન પણ વધારે સારી રીતે મળે છે. વાંકા ચૂકા અને આગળ પડતા દાંત વાળી વ્યક્તિ તેમજ બાળકોને મજાક, મસ્તી કે ચીડવણીનો સામનો પણ કરવો પડે છે. જેથી બાળકોમાં સેલ્ફ કોન્ફિડન્સ ઘટી જાય છે. વાંકાચૂંકા દાંત, દાંત વચ્ચેની જગ્યા અને આગળ પડતા દાંતની સમસ્યા ની સારવાર ઓર્થો ડેન્ટિસ્ટ પાસે કરાવવાથી દાંત એકદમ નોર્મલ બનાવી શકાય છે. બાળપણમાં વાંકાચૂંકા દાંતની સમસ્યાની શરૂઆત થઈ હોય છે, તેથી બાળક જ્યારે નાનું હોય ત્યારે જ સારવાર કરાવી લેવી જોઈએ. જેથી મોટા થઈને આ સમસ્યા ન રહે.

લક્ષણો : 

આગળ પડતા દાંત હોવા જેથી હોઠ બંધ ન થવા.
જડબું પાછળ હોવું.
જડબું આગળ હોવું.
દાંતને કારણે પેઢાંમાં ઈજા થવી.
દાંત બરાબર બંધ ન થવા.
વાંકાચૂકા દાંત, જેના કારણે ખોરાક દાંતમાં ફસાઈ જવો.

કારણો : 

વારસાગત.

દૂધના દાંત વહેલા કે મોડા પડવા અને જેમ બાળક અમુક સમય ગાળામાં ચાલતાં કે બોલતા શીખી જવું જોઈએ. તેવી જ
રીતે દૂધ ના દાંત અમુક સમયગાળામાં પડી જવા જોઈએ. બાળકોની ટેવો જેવી કે હોઠ ચૂસવાની, અંગૂઠો કે આંગળી
મોઢામાં લેવાની, મોટું ખુલ્લું રાખીને સૂવાની વગેરે જેવી ટેવો બાળકોના દાંત અને જડબાંને વિપરીત અસર કરતી હોય છે. પરિણામે બાળકોના જડબાનો વિકાસ ઘટી અથવા વધી જાય છે.

ઘણાં બાળકો કે વ્યક્તિના દાંતની સાઇઝ અને જડબાંની સાઇઝને મેચ કરતી નથી અથવા તો દાંત વધારે કે ઓછા હોય છે. જેથી વાંકાચૂંકા દાંતની વચ્ચે જગ્યા રહી જતી હોય છે.

સારવાર : 

આગળ જોઈ ગયા એવા લક્ષણો ધરાવતા બાળકો તથા દર્દીઓની સારવાર ઓર્થોડેન્ટિસ્ટ (વાંકાચુકા અને આગળ પડતા
દાંત-જડબાંની સારવાર ના નિષ્ણાત ડોક્ટર) કરતા હોય છે.

આગળ અથવા પાછળ પડતાં જડબાંની સારવાર બાળકોના વિકાસ દરમિયાન Growth Modulation appliance થી થતી હોય છે. તેને કારણે બાળકોને ઓર્થોડેન્ટિસ્ટ પાસે ૭ થી ૧૦ વર્ષ દરમિયાન એક વાર ચેકઅપ કરાવવું જરૂરી હોય છે.

બાળક નો વિકાસ પૂરો થયા પછી જડબા નો વિકાસ થતો નથી. જો તેવા સમયે જડબું નાનું-મોટું થઈ ગયું હોય તો પછી સર્જરી કરાવવી પડે છે.

વાંકા ચૂકા અને આગળ પડતા દાંતની સારવાર બ્રશ થી થતી હોય છે. ઘણા પ્રકારનાં બ્રશીસ આવતાં હોય છે. મુખ્ય સિરામિક અને મેટલ બ્રશીલ હોય છે.

સિરામિક એટલે કે દાંત કલરના બ્રાસ. મેટલ બ્રાસીસ પણ ઘણાં જ પ્રચલિત છે.

આ પ્રકારનાં બ્રશીસની સારવારમાં ચાર દાંત પાડવાની જરૂર પણ પડી શકે છે. આ દાંત પાડવા થી કોઈ પણ પ્રકારની સમસ્યા ઉદ્ભવતી નથી અને દાંત પડ્યા પછી તેની જગ્યાએ આગળના દાંત અથવા તો પાછળ દાંત આવી જતાં હોય છે. જેથી નવા દાંત નાખવાની પણ જરૂર પડતી નથી.

બાળકોના mixed dentition stage (એટલે કે દૂધના અને કાયમી દાંત આવતા હોય ત્યારનો સમય) જે થી ૧૨ વર્ષ
દરમિયાન ઓર્થોડેન્ટિસ્ટના ઓબ્ઝર્વેશનમાં રાખવાથી ભવિષ્યમાં વાંકાચૂંકા દાંત અને દાંત વચ્ચેની જગ્યા કાયમી દાંત માં ફેર વાતા રોકી શકાય છે. સારવાર દરમિયાન લગભગ દુખાવો થતો નથી.

આ સારવારનાં પરિણામો ખૂબ જ સારાં હોય છે. જ્યારે સારવાર એક નિષ્ણાત ડોક્ટર દ્વારા અત્યાધુનિક ટેકનિકથી
કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.