Abtak Media Google News

સારા વરસાદ માટે મહિલાઓ લાડુ બનાવી ગાય-કુતરાને ખવડાવી પ્રાર્થના કરે છે

જામનગરમાં વ‚ણ દેવને રિઝવવા પ્રેરણાદાયી ગૌ સેવા મહાયજ્ઞ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાત અને સૌરાષ્ટ્રમા: હજુ સુધી કયાંય વાવણી લાયક વરસાદ નથી ત્યારે જામનગર શહેરની કૃષ્ણનગર સોસાયટી શેરી નં.૬ ના યુવક મંડળ તેમજ મહીલા મંડળ દ્વારા દર વર્ષે ચૌમાસની પહેલા, વરસાદ સારો થાય, કોઇ કુદરતી હોનારત ન આવે તે માટે વ‚ણદેવ પાસે પ્રાર્થના  કરવામાં આવે છે. અને સાથે સાથે છેલ્લા  બાર વર્ષથી ગૌ સેવાના ભાગરુપે ગાયો અને કુતરાઓ માટે ઘંઉ-તેલ ગોળ- ઘીમાંથી સ્વાદિસ્ટ લાડવા બનાવવામાં આવે છે.

અને તૈયાર થયેલા લાડવા આસપાસની સોસાયટી તેમજ આજુબાજુના ગામડાઓમાં વાહન લઇને વિતરણ કરવામાં આવે છે.

આ લાડુ બનાવવા માટે યુવકો, મહીલાઓ, વૃઘ્ધો તેમજ બાળકો સૌવ ધર્મ કે જાતિના ભેદભાવ રાખ્યા વિના બધાય તન, મન, અને ધનથી આ ધાર્મિક કાર્યમાં સહયોગ આપે છે. આમ આ જામનગરની કૃષ્ણનગર સોસાયટી પ્રેરણાદાયી યજ્ઞથી રાજાઓના પણ મહારાજ મેઘરાજા ને રીઝવવા માટે સત કાર્યથી પ્રાર્થના કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.