Abtak Media Google News

ભારતે રશિયાની એસ-૪૦૦ મિસાઈલ માટે એડવાન્સ પેમેન્ટ કર્યું: આવનારા ૬ વર્ષમાં રશિયા ભારતને દરેક ડિફેન્સ સિસ્ટમ સોંપશે

ભારત ટેકનોલોજી ક્ષેત્રે અન્ય દેશોની સરખામણીમાં આગળ વધી રહ્યું છે ત્યારે ભારતનાં પાડોશી દેશ રશિયા સાથે એસ-૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ માટેની એડવાન્સ પેમેન્ટ ભારતે કરી દીધું છે ત્યારે આવતા વર્ષ સુધીમાં આ સિસ્ટમ ભારતને મળી જાય તેવી વાત સામે આવી રહી છે. વધુમાં આવનારા ૬ વર્ષોમાં રશિયા ભારતને દરેક ડિફેન્સ સિસ્ટમ સોંપી દેશે તેમ રશિયાની એજન્સીએ માહિતી આપી હતી.

ભારતનો મિત્ર દેશ રશિયા આવતા વર્ષથી એસ ૪૦૦ મિસાઇલ સિસ્ટમની ડિલીવરી આપવાનું શરુ કરશે, જે માટે તાજેતરમાં જ ભારતે રશિયાને એડવાન્સ પેયમેન્ટ કરી દીધુ છે. રશિયા આગામી છ વર્ષો સુધીમાં ભારતને બધી જ ડિફેન્સ સિસ્ટમ સોંપી દેશે. ઉલ્લેખનીય છે કે, ભારતે વત વર્ષે ઓક્ટોબરમાં રશિયા સાથે ૪૦ હજાર કરોડ રુપિયાની ડીલ નક્કી કરી હતી જે હેઠળ રશિયા એસ-૪૦૦ મિસાઇલ સિસ્ટમ ભારતને વેચાણ કરશે. કેટલાક દિવસો પહેલા વિદેશ મંત્રી એસ જયશંકરે રશિયાની યાત્રા કરી હતી, જે પછી રશિયા ફેડરલ સર્વિસ તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું કે, ભારત સાથે એસ-૪૦૦ના એડવાન્સ પેયમેન્ટનો મુદ્દો ઉકેલી દેવામાં આવ્યો છે.

એસ ૪૦૦ મિસાઇલ સિસ્ટમ એસ ૩૦૦ની અપડેટેડ સિસ્ટમ છે. જે રશિયાની અલ્માજ ક્ધદ્રીય ડિઝાઇન બ્યૂરો દ્વારા ૧૯૯૦માં તૈયાર કરવામાં આવી હતી. આ મિસાઇલ સિસ્ટમ રશિયામાં ૨૦૦૭થી કાર્યરત છે અને આ દુનિયાની સર્વશ્રેષ્ઠ રક્ષા પ્રણાલીમાંથી એક છે. આ મિસાઇલ સિસ્ટમની ખાસિયત એ છે કે, તે લગભગ ૪૦૦ કિમીના ક્ષેત્રમાં દુશ્મનના વિમાન, મિસાઇલ, ડ્રોનને ખતમ કરવાની બેજોડ ક્ષમતા ધરાવે છે. આ સિસ્ટમને જમીન પરથી હવામાં હુમલો કરવા માટે દુનિયાની સૌથી શ્રેષ્ઠ અને સક્ષમ મિસાઇલ પ્રણાલી માનવામાં આવે છે. એસ ૪૦૦ અમેરિકાના સૌથી આધુનિક ફાઇટર જેટ એફ ૩૫ને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. એસ-૪૦૦, ૩૬ પરમાણુ ક્ષમતા ધરાવતી મિસાઇલોને એકસાથે નષ્ટ કરી શકે છે. ચીન પછી ભારત બીજો દેશ છે જે આ મિસાઇલ સિસ્ટમને ખરીદશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.