Abtak Media Google News

મંદ પડેલા ઓટોમોબાઇલ ક્ષેત્રને પ્રાણ પુરવા સરકાર કટ્ટીબધ્ધ: નાણામંત્રી નિર્મલા સિતારામન

ભારતની અર્થ વ્યવસ્થા હાલમાં ડામાડોળ થઇ ગઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે દેશની અર્થ વ્યવસ્થાને કેવી રીતે મજબુત બનાવી શકાત તે દિશામાં સરકાર દ્વારા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રસંગે ભારતના નાણામંત્રી નિર્મલા સિતારામને જણાવતા કહ્યું હતું કે, દેશની અર્થ વ્યવસ્થાને બેઠી કરવા મંદ પડેલા ક્ષેત્રને બેઠા કરવા પડશે અને તમા પ્રાણ પણ પુરવા પડશે તેમ કહ્યં હતું.

નાણામંત્રી નિમાલા સિતારામન આગામી વર્ષમાં બીએસ-૬ એનજીઓનાના નિર્માણ માટે અનેક વિધ નવી યોજનાઓ લાવી રહ્યા છે. ત્યારે ઓટો મોબાઇલ ક્ષેત્રમાં મંદી તથા જીએસટી દર વધુ હોવાના કારણે ઓટો મોબાઇલ ક્ષેત્ર મંદ પડી ગયું છે. આ તકે નિર્મલા સિતારામને જણાવ્યું છે કે, જીએસટી દરમાં ઘટાડો કરવાની વાત જીએસટી કાઉન્સીલ સુધી પહોચાડી દેવામાં આવી છે અને ઓટો મોબાઇલ ક્ષેત્રના માંધાતાઓ સાથે જીએસટી દર વિશે ચર્ચા પણ કરવામાં આવી રહી છે.

ઓટો મોબાઇલ ક્ષેત્ર હાલ મંદીનો સામનો કરી રહ્યું છે જેથી બેરોજગારી પણ ખુબજ મોટા પ્રમાણમાં ઉભી થઇ ત્યારે પ્રર્વતમાન સ્થિતી આગામી દિવસોમાં જોવી ન પડે તે હેતુસર ઓટો મોબાઇલ ક્ષેત્રને બેઠુ કરવા અનેક વિધ નવી યોજનાઓ સરકાર દ્વારા લાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.