Abtak Media Google News

જો કોઈ પવિત્ર ગંગાનાં નીરમાં અનેક વખત ડુબકીઓ મારે અને વ્યસની પણ રહે તો એને પૂણ્ય તો નહિ જ મળે, ઉલ્ટું પાપ થશે અને તેના અંતરનાં ઓરડે ભગવાને જીવતરનાં જે દીવા પ્રગટાવ્યા હશે તે ઓલવાતા જશે…

આ વાત રખે કોઈને ન સમજાય, પણ તે દિવંગત થયા પછી તેમના વહાલસોયા સંતાનોને અને સ્વજનોને તો અવશ્ય સમજાઈ જશે.

તમાકુ, સિગારેટ, બીડી, ફાકી, કેફી પદાર્થો અને નશાની કોઈપણ ચીજોનું વ્યસન બેશક ઘાતક છે. એ વાત આખી દુનિયાએ અને સમગ્ર વિશ્વની માનવજાતે સ્વીકારી છે.

ધૂમ્રપાન કે આત્મહત્યા? એ સવાલ આજના વિશ્વનો સૌથી વધુ ગંભીર પડકારો પૈકીનો એક સવાલ બની ચૂકયો છે.

વ્યસન દ્વારા માણસ પોતે જ પોતાનો દુશ્મન બને છે. વ્યસનની કોઈ પણ ચીજ પોતાના ખિસ્સામાં રાખવી એનો અર્થ મોતના દરવાજાની પોતાના જ ખિસ્સામાં રાખવી, એમ કહેનારને કોઈ ખોટા કે જૂઠા કહી શકે નહિ.

કોઈ ચિંતકે એવું લખ્યં છે કે, શ્રી કૃષ્ણના મુખમાંથી ઢળેલું ઝેર એટલે તમાકું !

સંસ્કૃતના એક શ્ર્લોકમાં એવી માર્મિક ટકોર છે કે, હળાહળ વિષથી ભરેલા પૂતનાનાં સ્તનનાં પાન જયારે શ્રી કૃષ્ણએ કર્યા ત્યારે તે ઝેર પીતા પીતાં તેમના મુખમાંથીજે થોડુ ઝેર ઢળી પડયું તે તમાકુના સ્વરૂપમાં નિષ્પન્ન થયું…

એક સંસ્કૃત શ્ર્લોકમાં કોઈ માણસને તમાકુ વચ્ચે વાતચીત થાય છે તે આ મુજબ છે. એ માણસે તમાકુને પૂછયું:

હે ભાઈ ! તું કોણ છે?

હું તમાકુ છું.

તારૂ અહી આગમન કયાંથી થયું

સમુદ્રના સામે કાંઠેથી

તું કયા રાજાનો દંડધારક છે?

હું કલિરાજાનો દંડધારક છું વિધાતા બ્રહ્માએ આ જગતમાં ધર્મના રક્ષણ માટે જે ચાર વર્ણની વિવિધ પ્રકારે રચના કરી છે તે બધા વર્ણોને બળાત્કારે કરીને આખા જગત પર કલિરાજાનું શાસન ચાલે તે માટે હુ આ જગત પર આવ્યો છું.

આપણે સૌ જાણીએ છીએ કે તમાકુને ખાંડીને દળીને પાવડર જેવો ઝીણો ભૂકો તૈયાર કરવામા આવે છે, તે છીંકણી નામે ઓળખાય છે. આ છીંકણીનો ઉપયોગ ખાસ કરીને સ્ત્રીઓ નાકે સુંઘીને કે દાંતણ સાથે ઘસીને અથવા ગલોફામાં ભરાવીને કરે છે. છીકણીનું વ્યસન યુગોથી ચાલતુ આવે છે. તેની જાણ તો સંસ્કૃતના આ શ્ર્લોક પરથી જ થાય છે.

આપણામાં એક કહેવત છે કે, સોનાની કટારી ભેટે બંધશય, પણ પેટે ન ખોસાય ! માણસ કટાર પોતાના પેટમાં ખોસે તો તેને ઈશ્વરેય ન બચાવી શકે ! પણ વ્યસન સ્વીકારીને, વ્યસનનો ગુલામ બનેલો માણસ તો પોતાના હાથે જ પોતાના મોતને નોતરે છે ! યમદુતોને નોતરૂ આપે છે કે તું આવ અને મને ઉપાડી લે !

અને છેલ્લે માણસના જીવનને ય એક આગવું ગણીત હોય છે ! જીવનમાં યે દાખલા ગણવાનાં હોય છે. જે સરવાળામાં કે ગુણાકારમાં પાકો હોય તે જીવતર સરિતામાં તરીજ ય છે ! જે ભાગાકારમાં પાકો હોય તે ગડથોલીયા ખાય છે ! અને જેને બાદબાકીમાં આનંદ આવતો હોય, તે અધવચ્ચ જ બુડી મરે છે !

આમ તો જન્મ થતા જ માણસ મૃત્યુ તરફ ધીરેધીરે ગતિ કરે છે ! જેનો જન્મદિવસ ઉજવાતો હોય, તેને ઉંડે ઉડે ધ્રાસકો તો હોય જ છે. કે તેના જીવનમાંથી એક વષૅની બાદબાકી થઈ ! પણ માણસ તો સુખ ભોગવવા, બીજાને સુખ આપવાં માણસને છાજે એવા સત્કર્મો કરવા આ જગત પર જન્મ્યો છે આથી જ બુધ્ધિશાળી અને પ્રેમાણ માણસ જન્મ અને મૃત્યુ વચ્ચેના સમયને માણસાઈ તેમ જ કિલ્લોલથી ભરી દે છે ! આમ કરવાથી તે મઅત્યુ પછી યે જીવતો રહે છે ! લોકો તેનો સત્મર્કોને, તેના સ્વભાવને, તેના પરોપકારને યાદ કરે છે ! આ છે માણસના જીવનનો સરવાળો કે ગુણાકાર !

પણ હરેક માણસ એકસરખા નથી હોતા. માણસને જયારે ક્ષણિક ભૌતિક આનંદમાં રસ જાગે છે, જયારે બીજાના તરફ જોવાને બદલે પોતાના તરફ જ જોવાની સ્વાર્થવૃત્તિ જાગે છે, જે અત્યારની ક્ષણને ચૂસી ચૂસીને મોજ માણવા માગે છે. તે માણસ વ્યસનના શરણે જાય છે ! આપણે જોઈ ગયા તેમ વ્યસનનું બીજુ નામ જ છે યમદુત ! જે વ્યકિત વ્યસનને સ્વીકારે છે તે દુર્ગુણને સ્વીકારે છે ! જે વ્યકિત વ્યસની બને છે. તે જીવતરની ઝડપી બાદબાકી કરે છે. અને ઝડપભેર પોતાના જ મૃત્યુને પોતે જ, સામે ચાલીને નોતરે છે !

આપણે વ્યસનથી બચીએ વ્યસનથી નથી જ મરવું એવો નિશ્ર્ચય કરીએ બીએપીએસના મંદિરો વ્યસનમૂકિતની વિશ્વવ્યાપી ઝુંબેશ ચલાવી જ રહ્યા છે..

બધાજ હરિમંદિરો ચલાવે, શાળાઓ, યુનિવર્સિટીઓ, વિદ્યાધામો, ચલાવે છે બાલ મંદિરોથી પહેલ કરી શકાય વ્યસન અનેક પ્રકારના છે. ભ્રષ્ટાચારથીએ એ વધુ કાળમૂખા છે એને પરાજીત કરીને જ જંપીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.