Abtak Media Google News

વોર્ડ નં.૧૦માં કોમ્યુનિટી હોલ,  પશ્ચિમ મામલતદાર કચેરી અને કલેકટર કચેરી ખાતે નિર્મિત કલા સ્ટેશનનું લોકાર્પણ કરશે: અનેક ગણેશ મહોત્સવમાં હાજરી આપશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આગામી તા.૧૧મીએ રાજકોટ ખાતે પધારવાના છે. તેઓ સવારી રાત સુધી ભરચકક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. વોર્ડ નં.૧૦ના કોમ્યુનિટી હોલ, પશ્ર્ચિમ મામલતદાર કચેરી અને કલેકટર કચેરી ખાતે નિર્મીત કલા ક્ષેત્રનું તેઓના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત અનેક ગણેશ મહોત્સવમાં તેઓ હાજરી આપવાના છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આગામી તા.૧૧ના રોજ વહેલી સવારે રાજકોટ આવી પહોંચવાના છે. તેઓ રાત સુધી રાજકોટમાં રોકાણ કરવાના છે. જો કે આ અંગે હજુ સુધી સીએમઓ કાર્યાલય તરફી ઓફિશીયલ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી. પરંતુ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર તેઓ મહાપાલિકાના વોર્ડ નં.૧૦માં આવેલા કોમ્યુનિટી હોલ કમ ઓડિટોરીયમનું લોકાર્પણ કરવાના છે. આ સાથે તેઓ ત્યાંથી રિમોટ વડે પશ્ર્ચિમ મામલતદાર કચેરીનું પણ લોકાર્પણ કરવાના છે. બાદમાં તેઓ જિલ્લા કલેકટર કચેરી ખાતે તત્કાલીન કલેકટર ડો.રાહુલ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા કલા સ્ટેશનનું પણ લોકાર્પણ કરવાના છે. આ પ્રસંગે સોરઠી ડાયરીનો એક કલાકનો કાર્યક્રમ પણ યોજવાનો છે. આ પ્રસંગે તત્કાલીન કલેકટર ડો.રાહુલ ગુપ્તા પણ ખાસ ઉપસ્તિ રહેવાના છે. ત્યારબાદ સાંજના સમયે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી શહેરમાં વિવિધ જગ્યાએ ગણેશ મહોત્સવના કાર્યક્રમમાં હાજરી આપી આરતી અને દર્શનનો લાભ લેવાના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.