Abtak Media Google News

નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથકે સુરક્ષા અધિકારીઓ અને સીઆઇએસએફ ના જવાનની અનુભવી આંખોએ જવાનમાંથી બુઢ્ઢો બનીને બનાવટી પાસપોર્ટના આધારે અમેરિકા જવાની પેરવી કરતા જુવાનને રંગે હાથે ઝડપી લીધો હતો.

આ બનાવની વિગતો અંગે સીઆઇએસએફ પીએસઆઇ રાજવીરસિંગે જણાવ્યું હતું કે ૩ર વર્ષનો હતો પણ તેણે ૮૧ વર્ષના વૃઘ્ધ અમૃતસિંઘનું રુપ લેવા દાઢી અને વાળ સફેદ રંગીને માથે પાઘડી પહેરીને દિલ્હીથી ન્યુયોર્ક જતી ફલાઇટ પર જવા માટે બોર્ડ ઉપર આવ્યો ત્યારે અસલ વૃઘ્ધ લાગતો હતો. આંખો પર બનાવટી નંબરવાળા ચશ્મા અને બનાવટી પાસપોર્ટ સાથે તે વ્હીલચેર ઉપર ચેકીંગ માટે આવ્યો હતો પરંતુ તે સીઆઇએસએફની આંખોમાં ધુળ નાંખી શકયો ન હતો.

અમદાવાદના જયેશ પટેલને સીઆઇએસએફ એ ચેકીંગ માટે પોડીયમ ઉપર ઉભા રહેવાનું કહ્યું પરંતુ તેેણે પોતાની વૃઘ્ધા અવસ્થાને કારણે ઉભો રહી શકે તેમ નથી તે બહાનું આપ્યું હતું પાસપોટમાં તેણે તેની જન્મ તારીખ ૧/૨/૧૯૩૬ દર્શાવી હતી. તેમ છતાં જયારે પીએસઆઇ રાજવીરસિંગે તેની તપાસ કરવા માટે નજર  નાંખી ત્યારે તેણે તેને એ વાત ઘ્યાને આવી હતી કે વૃઘ્ધ મુસાફર  પીએસઆઇ રાજવીર સિંગ સાથે આંખો મિલાવતા અચકાતો હતો આ હરકતથી રાજવીર સિંગે ફરી એકવાર તેના પાઇપોર્ટ ની વિગતો વાંચી હતી. જેમાં તેની ઉમર ૮૧ વર્ષની બતાવવાથી પરંતુ તેની ચામડી અને અવાજ પરથી તે જુવાન હોવાનું જણાતું હતું. અધિકારીઓ તેનું ઝીણવટ ભર્યુ અવલોકન કરતા તેના વાળ અને દાઢી કલર કરેલા હતા અને તેણે ઝીરા નંબરના ચશ્મા તેની વય છુપાવવા પહેર્યા હતા.શંકાસ્પદ મુસાફરને તાત્કાલીક એકબાજુ લઇને ઇમિગ્રેશન અધિકારીઓને સોંપી દીધો હતો. આ યુવાને આવું કેમ કર્યુ તેનો ઇરાદો શો હતો તેની ખબર નથી પરંતુ તે સીઆઇએસએફની આંખોમાં ધુળ નાખી શકયો ન હતો તેનું અધિકારીઓએ જણાવ્યું હતું.આવા જ એક અન્ય કિસ્સામાં સીઆઇએસએફએ અફધાની નાગરીક શફીનુરઝાંઇ જે કવાલામપુર થઇને ફલોમપેન જતી હતી. તેને ચેકીંગ દરમિયાન શંકાના આધારે પાસપોર્ટ ચેક કરતા તેને પાકિસ્તાનની વારંવાર મુલાકાત લીધી હોવાનું જાણવા મળ્યું હોવાનું અધિકારીઓએ મુદ્દે તેની સઘન તપાસ કરતા તેની પાસેથી બનાવટી કેનેડીયન પાસપોર્ટ મળ્યો હતો તેને પણ દિલ્હી પોલીસને હવાલે કરી દીધો હતો. ભારતીય એરપોર્ટની અધિકારીઓની સજાગતાથી કોઇપણ મુફાસર આંખમાં ધુઇ નાખી શકતો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.