Abtak Media Google News

દેશમાં મોબાઇલ દ્વારા ઇન્ટરનેટ વાપરવામાં ગુજરાત રાજયનો આઠમો ક્રમ

ગુજરાતમાં અને દેશમાં એક જમાનો એવો હતો કે ટેલીફોન અને ત્યારપછી મોબાઇલ મોટા માણસોનો સમાજમાં મોભો ગણાતો હતો. પરંતુ હવે મોબાઇલના વપરાશના વૈશ્વિક આંકડાઓમાં મોબાઇલના ઉ૫યોગમાં ભારત અમેરિકા અને બ્રિટનના નાગરીકો કરતાં પણ આગળ નીકળી ગયા છે. પરંતુ હજુ ગુજરાતમાં મોબાઇલના વપરાશકારોમાં નેટનું પ્રમાણ ૫૦ ટકા રહેવા પામ્યું હતું. ગુજરાતમાં દર ૧૦૪ મોબાઇલ વપરાશકારોમાં નેટના વપરાશ કારોની સંખ્યા ૪ર રહી છે.

અત્યારે ડીઝીટલ કોમ્યુનીકેશનનો સુવર્ણયુગ ચાલી રહ્યું છે. ત્યારે નીતી આયોગના એક અહેવાલ મુજબ નેટના વપરાશકાર રાજય તરીકે ગુજરાત અનેક રાજયો કરતાં પાછળ છે. દેશની વસ્તી આધારીત થયેલા સર્વેમાં નેટ પાછળ ઘેલા થવામાં ગુજરાત અનેક રાજયો કરતા પાછળ છે

નેટના ઉપયોગ કરનારા રાજયોમાં ગુજરાત, આજની તારીખે દિલ્હી, પંજાબ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તામિલનાડુ કરતા પાછળ ચાલી રહ્યું છે. રાષ્ટ્રના નેટના સરેરાશ વપરાશના જારી થયેલા આંકડામાં સૌથી વધુ વપરાશ કરનારા રાજયમાં દિલ્હીના ૨૪૭ મોબાઇલ કનેકશન સામે ૧૨૬ નેટ ના વપરાશકર્તા, પંજાબમાં ૧૨૪ માંથી ૫૩, હિમાચલમાં ૧૨૭ માંથી ૫૨, કેરલમાં ૧૧૧ માંથી ૪૮, તામિલનાડુમાં ૧૧ર માંથી ૪૭, કર્ણાટકમાં ૯૯ માંથી ૪૪, મહારાષ્ટ્રમાં ૧૦૩ માંથી ૪૪, ગુજરાતમાં ૧૦૪ ધારકોમાંથી ૪૨ નેટ વાપરે છે. આંધ્રમાં ૯૧ માંથી ૩૭ અને જમ્મુ-કાશ્મીરમાં ૯૩ માંથી ૩૬ લોકો નેટનો ઉપયોગ કરે છે.

ગુજરાતમાં ૬.૮ કરોડ મોબાઇલ વપરાશકારો છે ઇન્ટરનેટના ઉપયોગની ટકાવારી ૪ર ટકા જેવી છે. ગુજરાત વડાફોન આઇડીયા લીમીટેડના સર્કલ હેડ અભિજીત કિશોરે  જણાવ્યું હતું કે નેટથી ડેટા અને વપરાશકારો બન્નેને ફાયદો થાય છે.

ગુજરાતમાં ટેલીકોમ ક્ષેત્રમાં માંધાતાઓનું કહેવું છે કે  રાજયમાં નેટના વપરાશકારો વધારવા માટે હજુ કેટલીક આંતર માળખાકીય સુવિધાઓને સરળતાથી ઇન્સ્ટીટયુટ ઉપલબ્ધ કરાવવી જરુરી છે.

શહેરી અને ગ્રામ્ય વિસ્તારના વપરાશકારો માટે ૧૦૦૦ ના કિંમત દરના હેન્ડસેટની આવશ્યકતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.