Abtak Media Google News

રકતદાન કરનાર વ્યકિતને રૂ. ૧ હજારની મેડિકલ સહાય પેટે વાઉચર ઉપરાંત રાશનકિટ તેમજ એન-૯૫ માસ્ક આપી પ્રોત્સાહિત કરાશે

શ્રી કાનુડા મિત્ર મંડળ દ્વારા પ્રતાભભાઇ એમ. રાજદેવની આજીવન પ્રેરણાથી રાજકોટના આંગણે મહાબ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આવતીકાલ તા. ૯ ને રવિવારે સવારે ૮ થી ૧ દરમ્યિાન કરવામાં આવ્યું છે.

પટેલવાડી, વાણીયાવાડી ખાતે યોજાનાર મહા બ્લડ ડોનેશન કેમ્પમાં રકતદાન કરનાર દરેક વ્યકિતને મેડીકલ સહાય પેટે રૂપિયા એક હજારનું (દવા) વાયચર ઉપરાંત પ કિલો ઘંઉનો લોટ, ર લીટર તેલ, ૧ કિલો જીરાસર ચોખા, ૧ કિલો તુવેરાદાળ, એન.૯૫ માસ્ક નં.૧, ૧ કિલો ખાંડ, પ૦૦ ગ્રામ ચાની ભૂકી, ૧ કિલો ચણાનો લોટ, ૧ કિલો ખીચડી તથા ૧ કિલો નમક ભેટ રુપે આપવ પ્રોત્સાહીત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.