Abtak Media Google News

આજીડેમ સાઈટ ખાતે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ તૈયારીઓનું નિરિક્ષણ કર્યું

“સૌની યોજના” હેઠળ આજી ડેમમાં નર્મદા નીર ઠાલવવાનો રાજકોટ માટેનો અત્યંત મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સાકાર થયો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નર્મદા નીરના વધામણા કરવા રાજકોટના મહેમાન બની રહયા છે ત્યારે આ ઐતિહાસિક અવસરને યાદગાર બનાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું શાનદાર આયોજન કરવામાં આવેલ છે. જે પૈકી આજી ડેમ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે નર્મદા અવતરણના વધામણાં કાયક્રમના આયોજનને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની આજે આખરી ઓપ આપ્યો હતો.

ગુ‚વારના રોજ સાંજે  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે નર્મદા અવતરના વધામણા, સૌની યોજનાની અન્ય લિંકનું ખાતમુહૂર્ત,  ઉપરાંત વિવિધ પ્રશ્નોનો ટેક્નોલોજીકલ ઉપાય લાવવા માટે SMART CITY RAJKOT HACKATHON-2017નું લોન્ચિંગ, ન્યારી૧ ડેમ ક્ષમતાવર્ધન પ્રોજેક્ટનું લોકાર્પણ અને એક્સપ્રેસ ફીડરલાઈન યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં વિવિધ જવાબદારી સંભાળી રહેલા અધિકારીશ્રીઓને આજે બપોરે મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજી ડેમ ખાતે કાર્યક્રમના સ્થળે એકત્ર કરી તમામની જવાબદારીના અમલીકરણનું રિહર્સલ કરાવ્યું હતું.

આજે સાઈટ વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનરએ SMART CITY RAJKOT HACKATHON-2017 લોન્ચિંગ ઉપર પણ વિશેષ ભાર મુક્યો હતો. આ તકે ડેપ્યુટી ડાયરેક્ટર (આઈ.ટી.)  સંજય ગોહિલ દ્વારા સમગ્ર આયોજનની વિગત રજુ કરવામાં આવેલ હતી. હેકેથોન માટેની વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ  પ્રધાનમંત્રી દ્વારા થનાર છે અને આ માટે યોજના માટે સહયોગ   આપી રહેલા એન્જીનીયરીંગના છાત્રો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે ત્યારે સમગ્ર આયોજન શિસ્તબદ્ધરીતે પાર ઉતરે તે અંગે મ્યુનિ. કમિશનરએ જ‚રી સૂચના આપી હતી. કમિશનરશ્રીએ કહ્યું હતું કે, રાજકોટ  મહાનગરપાલિકા રીસર્ચ અન્ડ ડેવલપમેન્ટ નું મહત્વ ખૂબ જ સારી રીતે સમજે છે અને જુદા જુદા સર્જનાત્મક વિચારો કે જેના થકી લોકોની સુવિધાઓમાં વધારો થાય તે માટે SMART CITY RAJKOT HACKATHON-2017લોન્ચ કરવાની યોજના રાજકોટ  મહાનગરપાલિકાએ બનાવેલ છે. આ યોજનાની મદદથી જુદી જુદી સમસ્યાઓનો ટેકનોલોજીકલ ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. ટેકનોલોજી અલગ અલગ પ્રશ્નોના ઉકેલમાં કેટલું ઉપયોગી અને મહત્વનું યોગદાન આપી શકે છે તેની પ્રતીતિ આ યોજના પરથી થઇ શકશે.

આ મેગા ઇવેન્ટ અનુસંધાને રચવામાં આવેલી વિવિધ સમિતિઓના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી રહેલા સિનિયર અધિકારીશ્રી તથા સમિતિના સદસ્ય અધિકારીશ્રીઓ પોતપોતાની કામગીરી વ્યવસ્થિતરીતે થાય તે સુનિશ્ચિત કરવા મ્યુનિ.કમિશનરશ્રીએ સૂચના આપેલ હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની તા.૨૯ના રોજ રાજકોટની મુલાકાત રાજકોટવાસીઓ માટે ખરા અર્થમાં યાફ્ગાર બની રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ મેગા આયોજનમાં ક્યાંય કોઈ કચાશ ના રહે તેવું જડબેસલાક પ્લાનિંગ કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.