Abtak Media Google News

સોશિયલ મીડિયામાં નવરાત્રીના વેકેશનની અફવા બાદ માધ્યમિક શિક્ષણ બોર્ડની સ્પષ્ટતા

સરકાર આ વર્ષે સ્કૂલો-કોલેજમાં નવરાત્રીનું વેકેશન રદ્દ કર્યું છે અને તેના બદલે અગાઉની જેમ જ ૨૧ દિવસનું જ દિવાળી વેકેશન રાખવાની જાહેરાત શૈક્ષણિક સત્રની શરૂઆતી જ કરી દીધું છે. પરંતુ તેમ છતાં નવરાત્રી નજીક આવતા બે-ત્રણ દિવસી નવરાત્રી વેકેશનની અફવા સોશ્યલ મીડિયામાં ચાલી રહી હોય જેી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, નવલા નોરતામાં સ્કૂલો-કોલેજોમાં વેકેશન નહીં પડે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સરકારે સ્કૂલો-કોલેજોમાં એક સપ્તાહનું નવરાત્રી વેકેશન આપ્યું હતું અને જેના પગલે આ વર્ષે પણ નવરાત્રી વેકેશન આપવામાં આવનાર હતું. પરંતુ વિરોધના પગલે અંતે સરકારે સ્કૂલો-કોલેજો માટે નવરાત્રીનું વેકેશન રદ્દ કરી દીધું છે. જો કે, નવરાત્રીને હવે બે જ દિવસ બાકી હોય, સોશ્યલ મીડિયામાં ભારે અફવા ફેલાઈ હતી કે, આ વખતે પણ નવરાત્રીનું વેકેશન યાવત રહેશે. જો કે, આ મામલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ચાલુ વર્ષે શાળા-કોલેજોમાં નવરાત્રીનું વેકેશન નહીં પડે.

૬ જુને ગુજરાત સરકારે કેબીનેટની બેઠકમાં એક મહત્વનો નિર્ણય કર્યો હતો જેમાં નવરાત્રી દરમિયાન શાળા-કોલેજોમાં અપાવનારૂ મીની વેકેશન રદ્દ કરી દીધું છે. એટલે કે આ નવરાત્રી વેકેશનમાં ગત વર્ષની જેમ હવે અઠવાડિયાની રજા મળશે નહીં. જો કે છેલ્લા અઠવાડિયા દરમિયાન નવરાત્રીના વેકેશનને લઈ સોશ્યલ મીડિયામાં ભારે રોષ જોવા મળ્યો હતો. શિક્ષકો અને વાલીઓમાં ભારે આક્રોષ ફેલાયો હતો. જેને લઈને હવે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિપત્ર બહાર પાડી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ચાલુ વર્ષે નવરાત્રીનું વેકેશન નહીં પડે અને દિવાળીનું વેકેશન અગાઉની જેમ જ ૨૧ દિવસનું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.