Abtak Media Google News

દુષણોમાં પણ ડિજિટલાઈઝેશન

સોશિયલ સાઇટના ઉપયોગથી થતા દેહવિક્રયના ધંધા પોલીસ માટે પડકારરૂપ  રૂપલલનાઓના અડ્ડા અને ત્યાં જતા ગ્રાહકો સહિતનો ઘટના ક્રમ હવે ભૂતકાળ બન્યો : અનેક ગેસ્ટ હાઉસ અને હોટેલોનો ધંધો રંગરેલીયાને આભારી

કહેવાય છે કે સોશિયલ મીડિયાથી લોકો એક બિજાને નજીક આવ્યા છે. સ્થળોના અંતર, સમયનો અભાવ સહિતની અનેક સમસ્યા ઓને સોશિયલ મીડિયાએ દૂર કરીને લોકોને એક બીજાને નજીક લાવ્યા છે. આ સાથે સોશિયલ મીડિયાએ દેહના સોદાને પણ ગ્રાહક સાથે ખૂબ નજીક લાવી દીધા છે. વર્ષો પહેલા શહેરના અમુક વિસ્તારો રેડ લાઈટ તરીકે પ્રખ્યાત હતા. પરંતુ હવે આ રેડ લાઈટ એરિયા ખૂબ જ મર્યાદિત થયા છે. કારણકે દેહ વિક્રયનું આ દુષણનું હવે ડિજિટલાઇઝેશન થયું છે. મોબાઈલ વડે હવે દેહના સોદા થઈ રહ્યા છે. રંગીન મિજાજીઓ આંગળીના ટેરવે રૂપલલનાઓના ફોટા- ભાવ સહિતની વિગતો મેળવે છે. અને ગેસ્ટ હાઉસ કે હોટેલોનો સહારો લ્યે છે. જેના લીધે જ ઘણા ગેસ્ટ હાઉસ અને હોટેલોનો ધંધો ચાલી રહ્યો છે. વધુમાં રૂપલલનાઓના અડ્ડાઅને તે અડ્ડા ઉપર જતા ગ્રાહકો સહિતનો ઘટના ક્રમ હવે ભૂતકાળ બન્યો છે. દેહવિક્રયના દુષણનું આ મોર્ડન સ્વરૂપ પોલીસ માટે સૌથી વધુ પડકારરૂપ બન્યું છે.

આજે ચારે બાજુ અશ્લીલતા જોવા મળી રહી છે. જાહેરાતોમાં, ફિલ્મોમાં, પુસ્તકોમાં, ગીતોમાં,.ટીવી કાર્યક્રમોમાં અને સોશિયલ સાઇટો ઉપર અશ્લીલતાની ગંદકી બેફામ રીતે ઠાલવવામાં આવી રહી છે. આ અશ્લીલતા આજના તરુણોને ભરખી રહી છે. યુવા વર્ગ ટેકનોલોજીનો ઉપયોગ બખૂબી રીતે જાણતો હોવાથી અશ્લીલતાએ પણ આધુનિક સ્વરૂપ ધારણ કરી લીધું છે. વધુમાં વર્ષોથી ચાલતો આવતો દેહ વિક્રયનો ધંધો પણ હવે મોર્ડન બની ગયો છે. પૈસા કમાવવા માટે શોર્ટ કટ લઈને અમુક તત્વો વિદેશથી, અન્ય રાજ્યોમાંથી કે સ્થનિક મહિલાઓના સંપર્ક રહીને તેના પાસેથી દેહવિક્રયનો ધંધો કરાવે છે. આ ધંધાએ મોર્ડન સ્વરૂપ ધારણ કર્યું હોવાથી કોઈ જગ્યા કે અડ્ડાની જરૂર રહેતી નથી. માત્ર ચોક્કસ ગ્રાહકોને મોબાઈલ ઉપર રૂપલલનાઓના ફોટા અને અન્ય વિગતો તેમજ ભાવ મોકલી આપવામાં આવે છે. ત્યારબાદ ગ્રાહકની પસંદગી મુજબ રૂપલલના મળી જાય છે. અને ગ્રાહક ખૂબ સરળતાથી ગેસ્ટહાઉસ કે હોટેલમાં રૂમ ભાડે લઈને પોતાની વાસના સંતોષી લે છે. અગાઉ સમાજમાં પ્રતિષ્ઠા ધરાવતા ગ્રાહકો રૂપલલનાના દેહથી પોતાની હવસની આગ ઠારવા માટે અડ્ડા સુધી જવામાં છોછ અનુભવતા હતા. ત્યાં અડ્ડામાં અથવા રૂપલલના સાથે જ્યા સોદો થતો હોય તે ચોક્કસ જગ્યાએ જતા કોઈ જોઈ જશે તો તેવો પ્રતિષ્ઠિત વ્યક્તિને ડર લાગતો હતો. પરંતુ આજે સોશ્યલ સાઈટની મદદ વડે પ્રતિષ્ઠિત વ્યક્તિ રૂપલ લનાઓના ફોટા સહિતની વિગતો મંગાવીને તેની નિર્ધારિત જગ્યાએ રૂપલલનાને ખૂબ સરળતાથી અને સુરક્ષિત રીતે બોલાવીને પોતાના હેતુને સિદ્ધ કરી રહ્યા છે. એક જાણકારના જણાવ્યા અનુસાર મોટાભાગના સોદા હાલ મોબાઈલ ઉપર થઇ રહ્યા છે. ગ્રાહક સાથે એક વખત સોદો થયા બાદ એજન્ટ તેને સમયાંતરે જુદી જુદી રૂપલલનાઓના ફોટા સોશ્યલ સાઇટ ઉપર મોકલીને તેને આકર્ષિત કરતો રહે છે. અને આમ ગ્રાહક વારંવાર સોદા કરવા પ્રેરાતો રહે છે. દેહ વિક્રયના ધંધાનું આ આધુનિક રૂપ પોલીસ માટે પડકારરૂપ છે. કારણકે તેમાં સોદાઓ જાહેરમાં થવાને બદલે મોબાઈલથી થતા હોય છે. તેથી પોલીસને તેની ભનક પણ લાગતી નથી. હાલ સમય પ્રમાણે પોલીસે પણ મોર્ડન બનીને સોશિયલ મીડિયામાં એક્ટિવ રહીને દેહ વિક્રયના ધંધાની પથરાયેલી માયાજાળના મૂળ સુધી પહોંચવાની જરૂર છે.

Video Call Concept Someone Vector 600W 1567140493

દેશભરમાં વિડીયોકોલના માધ્યમથી ઓનલાઈન સેક્સનો ધીકતો ધંધો..

ટેલોકોમ ક્ષેત્રે આવેલી ક્રાંતિથી આજે મોટાભાગના લોકો સ્માર્ટ ફોન યુઝ કરતા થયા છે. બીજી બાજુ દેશભરમાં ઓનલાઈન સેક્સનું દુષણ પુરજોશમાં વધી રહ્યું છે. જેમાં દેશના કોઈ પણ ખૂણે બેઠેલી રૂપલલના ઓનલાઈન પૈસા લઈને દેશના અન્ય કોઈ ખૂણે બેઠેલા ગ્રાહકની વાસના વિડીયોકોલના માધ્યમથી સંતોષે છે. રૂપલલના સૌ પ્રથમ સોશિયલ સાઇટ ઉપર બોગસ એકાઉન્ટ બનાવીને તમામ સોશિયલ સાઇટ ઉપર પોતાની જાહેરાત કરે છે.

જે જાહેરાત ધ્યાને આવ્યા બાદ ગ્રાહક સોશિયલ સાઈટની મદદથી જ તેનો સંપર્ક કરીને કોઈ પણ મની પે એન્ડ રિસીવ એપ્લિકેશનની મદદથી નિર્ધારિત પૈસાનું ચુકવણું કરે છે. અને બાદમાં વીડિયો કોલની મદદથી ગ્રાહક સંતોષ મળવે છે. ઓનલાઈન સેક્સના ધિકતા ધંધામાં રૂપલલના અને ગ્રાહકના લોકેશન સહિતની વિગતો ગુપ્ત જ રહેતી હોય, આ સોદા સુરક્ષિત હોવાથી તેનું દુષણ ખૂબ વધ્યું છે.

14 Dating App

દેહ વિક્રયના ધંધા માટે ડેટિંગ એપ્લિકેશનનો પણ ભરપૂર ઉપયોગ

યુવા વર્ગ પોતાના મનપસંદ પાત્રને શોધી શકે તે માટે અઢળક ડેટિંગ એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપર ઉપલબ્ધ છે. જો કે આ ડેટિંગ એપ્લિકેશનનો દેહ વિક્રયના ધંધામાં પણ ઉપયોગ થઈ રહ્યો છે. ડેટિંગ એપ્લિકેશનથી સંપર્કમાં આવતા પુરુષ સમક્ષ રૂપલલના ઓફર્સ મુકે છે. હકીકતમાં આ એપ્લિકેશનનો ઉદ્દેશ મેલ અને ફિમેલ બન્ને પોતાના મનપસંદ પાત્ર શોધીને ફ્રેન્ડશીપ કે પ્રેમ સંબંધ બાંધી પોતાની એકલતા દૂર કરે તેવો હોય છે. પરંતુ આ એપ્લિકેશનનો ઉપયોગ દેહ વિક્રયના વ્યાપાર માટે પણ થઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.