Abtak Media Google News

નિકાસકારોને મળતા પ્રોત્સાહનો બંધ થશે તો વિદેશી

હુંડિયામણની આવકમાં નોંધપાત્ર અસર થશે

અત્રેથી નિકાસકારોને નિકાસ પ્રક્રિયા દરમ્યાન એમઈઆઈએસ યોજના અંતર્ગત આપવામાં આવતા પ્રોત્સાહનોને સબસીડીની કક્ષામાં ગણી યુ.એસ.એ. દ્વારા ડબલ્યુ.ટી.ઓ. સમક્ષ આવી યોજના કેન્સલ કરવા ફરિયાદ કરવામાં આવેલ.

આ અંગે ડબલ્યુટીઓની ફરિયાદ નિવારણ કમિટી સમક્ષ આ ફરિયાદની સુનાવણી થતા ડબલ્યુટીઓ દ્વારા આવા પ્રોત્સાહનો બંધ કરવા આદેશ કરવામાં આવેલ છે. જેથી ભારત સરકારની નિકાસ અંગેની પ્રોત્સાહક યોજનાઓ સ્થગિત કરવામાં આવનાર છે.

આવી યોજના સ્થગિત કરવામાં આવે તો નિકાસકારોને મળતા લાભો બંધ કરી દેવામાં આવે જેથી ભારતનાં નિકાસકારો પોતાના માલો વૈશ્ર્વિક માર્કેટમાં હરીફાઈનાં સ્તરે હરીફાઈ કરી ન શકતા વેચાણ થઈ શકે નહીં. આથી આપણા દેશની અનેક ઈન્ડસ્ટ્રીઓ દ્વારા ઉત્પાદન થતા માલો વૈશ્વિક બજારમાં વેચવા મુશ્કેલ બની રહે અને અંતે આપણા વિદેશ વ્યાપાર પર અસર થતા વિદેશી હુંડિયામણની આવકમાં નોંધપાત્ર અસરકર્તા થશે.

હવે જયારે આવી સ્કીમો બંધ કરવા ડબલ્યુટીઓ દ્વારા ફરજ પાડવામાં આવે તો આપણા વેપાર અને ઉધોગને ઘણી જ મોટી અસર થશે. વૈશ્વિક માર્કેટમાં ચાઈનાની સરકાર દ્વારા ચાઈનાનાં નિકાસકારોને જુદી જુદી રીતે પ્રોત્સાહન આપવા અનેક પ્રકારની સ્કીમો જાહેર કરેલી છે તેનો અભ્યાસ કરી આપણે પણ આવી સ્કીમો દ્વારા નિકાસકારોને પ્રોત્સાહન આપવા જોઈએ. આ બાબતે સરકાર સક્રિય રહી આવનાર નવી આયાત નિકાસ નિતીનું ઘડતર કરતા સમયે ધ્યાનમાં લઈ નિકાસકારોને પ્રોત્સાહક નીતિ જાહેર કરશે તેમ ગ્રેટર ચેમ્બરનાં પ્રમુખ ધનસુખભાઈ વોરા તથા ઉપપ્રમુખ રાજુભાઈ દોશી દ્વારા જણાવવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.