Abtak Media Google News

ચલ ઉડ જા રે પંછી અબ યે દેશ હુઆ બેગાના.. કિસકો પતા ફિર ઈસ નગરીમેં કબ હો તેરા આના ?…

દિલ્હીમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોચ્યું છે. હરિયાણા-પંજાબ, અને ઉત્તર પ્રદેશ-ઉત્તર ભારતનાં રાજયોમાં અતિ ગંભીર સંકટ છવાયું છે. ઝેરી પ્રદૂષણે આ પ્રદેશોમાં કાળો કહેર વર્તાવ્યો છે. અને પ્રજાજનો ત્રાહિમામ પોકારી રહ્યા છે. અહીંથી જાવું તો કયાં જાવું, એવી મુંઝવણ પેદા થઈ છે.. આ દર્દભરી હાલત કોની પાસે જઈને ઠાલવવી ? કોણ સાંભળે છે અહીં ?…

એક ફિલ્મી ગીત સાંભરે છે: ‘ચલ ઉડ જા રે અબ પંછી, યે દેશ હુઆ બેગાના…

કિસકો પતા ફિર ઈસનગરીમે કબ હો તેરા આના?’

આ વાત આપણા દેશની રાજધાની દિલ્હીને લાગૂ પડે છે, અને ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ સહિતના ઉત્તર ભારતનાં રાજયોનેણ લાગૂ પડે છે.

આને લગતા અહેવાલો દર્શાવે છે કે, પંજાબમાં બાળવામાં આવતી પરાળીને કારણે આવી સ્ફોટક સ્થિતિ સર્જાઈ છે.

દિલ્હીમાં વિઝીબીલીટી ૧૫૦ મીટર સુધક્ષ ઘટી ગઈ હતી તેના પગલે દિલ્હીના આંતરરાષ્ટ્રીય વિમાની મથક ખાતે આવતી ૩૭ ફલાઈટને જયપૂર, અમૃતસર અને લખનઉ ખાતે ડાયવર્ટ કરાઈ હતી. દિલ્હી એરપોર્ટ ઓપરેટરે ટિવટ કરીને જણાવ્યું હતુ કે સ્મોગના કારણે વિઝીબીલીટી ઘટી જતા ફલાઈટ ઓપરેશનો પર અસર પડી છે. તમામ પ્રવાસીઓને માહિતી માટે તેમની એર ઈન્સનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે. એર ઈન્ડીયાએ જણાવ્યું હતુ કે ખરાબ વાતાવરણને કારણે અને ચેતવણીઓને કારણે લોકો અને સત્તાધીશો ભયભીત બન્યા છે.

દરમિયાન પડોશી રાજયોમાં બાળવામાં આવતી પરાળીના કારણે દિલ્હી એનસીઆરમાં પ્રદુષણ ફેલાતુ હોવાના દાવાઓ વચ્ચે દિલ્હીનાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે દિલ્હીમાં પ્રદુષણ અટકાવવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં દિલ્હીવાસીઓએ ઘણુ કામ કર્યું છે. હવે પડોશી રાજયોનો વારો છે. તેમણે કહ્યું કે તેમની સરકાર આક્ષેપ પ્રતિઆક્ષેપમાં જોડાવા નથી માંગતી પરંતુ પરાળી બાળવાથી થતા વાયુ પ્રદુષણને દૂર કરવા નકકી ઉકેલ તરફ તેઓ નજર દોડાવી રહ્યા છે.

ઝેરી ગણાતી પ્રદુષણની આ સ્થિતિ અને એને કારણે સર્જાતા કપરા સંજોગો દિલ્હી અને અન્ય પ્રદુષિત પ્રદેશોમાં લોકો રહી શકતા નથી. બહારથી લોકો આવી શકતા નથી.

વિદેશી લોકો પણ રાજધાનીમાં આવતા બંધ થયા છે. વિદેશી રાષ્ટ્રો પૈકીના કેટલાકે દિલ્હી જવાનું જોખમી હોવાની ત્યાંના લોકોને જાણ કરી છે.

વડાપ્રધાન અને અન્ય સત્તાધીશોની આ અંગેની ઉંઘ ઉડી છે. અને યુધ્ધના ધોરણે પગલા લેવાઈ રહ્યા હોવાની ડંફાશો મારવામાં આવે છે.

એવી ટકોર કરવામાં આવી છે કે, આપણા દેશની દીવાળીએ દેવ દીવાળીને ખાસ સંદેશો મોકલી આપ્યો છે કે, ભૂલ્યે ચૂકયેય અહીં આવશો નહિ !

અર્થતંત્ર, વહિવટ અને સંસ્કૃતિ-સંસ્કાર અન્ય તમામ બાબતોમાં અમારો દેશ ખાડે ગયો છે. ધર્મક્ષેત્ર જાતજાતના ધમપછાડા કરે છે અને કથાઓ કર્યે જાય છે. તેમજ ઉપદેશ આપ્યે જાય છે, પણ ઝેર રગેરગ સુધી પહોચી ગયું છે…

હવે જાવું તો કયાં જાવું એની મુંઝવણ નિરાંતનો શ્ર્વાસ લેવા દેતી નથી !

વળી આ ખોફનાક પ્રદૂષણ વાતાવરણનું જ નથી. હવામાનનું પણ છે. બુધ્ધિનું અને સમજણનું પણ છે. નાદાનીનું અને નિયતનું પણ છે. પ્રમાણિકતાનું અને પવિત્રતાનું પણ છે. ખાણીપીણીનું અને વ્યવહાર, વર્તન, રહેણીકરણી અને આચારવિચારનું પણ છે.

આનો ઉપાય ઈશ્ર્વરને શરણે જઈને કરેલા પાપોનો પસ્તાવો કરવાનો અને હજુ પણ આપણા આપણા ધરમ-ધ્યાનને સંભાળી લેવાનો છે. સકળ જગને ઉદધિમાં છંકારીને નિષ્પાપ અને નિર્મળ બનવાનો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.