Abtak Media Google News

૧૨ સંતો અને ૧૩૦ યુવાનો-બાળકો દંડવત યાત્રામાં જોડાઈ ભક્તિ અદા કરી: ૨૫ સ્વયંસેવકોએ અમુલ્ય સેવા આપી

તા. ૫ ઓક્ટોબર ૨૦૧૯ મંગળવારના રોજ ગોંડલ અક્ષર મંદિરથી રાજકોટ સ્થિત કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર સુધી એક ભવ્ય દંડવત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્રહ્મસ્વરૂપ  સેક્સ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી વર્ષ નિમિત્તે તેમજ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના નિરામય સ્વાસ્થ્યની મંગલકારી ભાવના સાથે આ એક વિશિષ્ટ દંડવત યાત્રાનો પ્રારંભ તારીખ ૫ ઓક્ટોબરના રોજ ગોંડલ અક્ષર મંદિર થી બપોરે ૪:૦૦ કલાકે કરવામાં આવ્યો હતો. અક્ષરદેરી થી આ દંડવત યાત્રાનો પ્રારંભ અક્ષર મંદિરના કોઠારી પૂજ્ય દિવ્ય પુરુષ દાસ સ્વામીએ કરાવ્યો હતો. જેમાં કુલ ૧૨ સંતો અને ૧૩૦ જેટલા દંડવત યાત્રીઓ જોડાયા હતાં. આ દંડવત યાત્રીઓની સેવા માટે ૨૫ જેટલા સ્વયંસેવકો એ ગોંડલ થી રાજકોટ સુધી પોતાની અમૂલ્ય સેવાઓ આપી હતી… અત્રે નોંધનીય છે કે આ વિશિષ્ટ ભક્તિપૂર્ણ દંડવત યાત્રામાં ૮ વર્ષના બાળકથી લઈ ૫૫ વર્ષના હરિભક્તો ખૂબ જ ઉત્સાહભેર જોડાયા હતા.

Untitled 1

આ દંડવત યાત્રીઓની સલામતી, સુરક્ષા અને સેવા માટે ગોંડલથી કુલ બે એમ્બ્યુલન્સ, બે ટ્રાફિક ટોઈંગ કાર, ત્રણ બસ અને રાજકોટ રૂરલ ટ્રાફિક સેવાનો સમાવેશ થાય છે. ગોંડલ અક્ષર મંદિર દ્વારા આ તમામ દંડવત યાત્રીઓને નાસ્તાની તેમજ ભોજની ઉત્તમ વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી હતી. તારીખ ૫ ઓક્ટોબર મંગળવારના રોજ સાંજે ૪:૦૦ આરંભાયેલી આ દંડવત યાત્રા બીજા દિવસે તારીખ ૬ ઓક્ટોબર બુધવારના રોજ સવારે ૫:૧૫ કલાકે રાજકોટ કાલાવડ રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે વિરામ પામી હતી. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રાત: પૂજા દર્શન કરી સૌ દંડવત યાત્રીઓએ ધન્યતા અનુભવી હતી અને આ તમામ દંડવત યાત્રીઓ ઉપર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ પણ અંતરના આશિષ પાઠવ્યા હતા.

Img 20191106 Wa0009 Img 20191106 Wa0006

આમ, ગોંડલ શહેર અને ગોંડલ ગ્રામ્ય વિભાગના સંયુક્ત મંડળ, બાળમંડળ અને યુવક મંડળ ના સંપ, સુર્હદભાવ અને એકતાના પરિપાક રૂપે આ ભવ્ય, વિશિષ્ટ  અને ભક્તિ પૂર્ણ દંડવત યાત્રા યોજાઈ ગઈ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.