Abtak Media Google News

અંદર અંદર ડંખ માર્યા કરવાનું રાજકારણ છોડીને રાજકીય પક્ષો અને નેતાઓ એક સંપ થવા જેટલી દેશ ભકિત નહિ દાખવે ત્યાં સુધી લડખડાતી લોકશાહી અને આર્થિક સ્વાતંત્ર્ય પર

લટકશે ખતરો !

રાજકીય કલહે આપણા દેશને કમજોર તથા પરવશ બનાવવામાં કશું જ બાકી રાખ્યું નથી.

આપણે ત્યાં એક કહેવત છે કે, ‘પારકી આશા, સદા નિરાશા’ આપણા વડાપ્રધાન બ્રાઝીલ-સંમેલનમાં હાજરી આપવા ગયા, જેમાં બ્રાઝીલ, ચીન, ભારત, રશિયા અને દક્ષિણ આફ્રિકા છે. આ પાંચેય રાષ્ટ્રો સંગીત અર્થતંત્ર ધરાવે છે.

જોકે, વડાપ્રધાનની આ બ્રાઝીલ-ડિપ્લોમસી વૈશ્વિક આર્થિક મંદીનાં ઘોડાપૂરનો સામનો કરવામાં કામિયાબ થાય તો જ નવાઈ !

ઘર આંગણે રાજકીય કલહ ડગલે ને પગલે મુંઝવ્યા કરવાનો માહોલ માહોલ પ્રવર્તે છે.

અંદરોઅંદર ડંખ માર્યા કરવાનું રાજકારણ છોડીને રાજકીય પક્ષો અને નેતાઓ એકસંપ થવા જેટલી દેશભકિત નહિ દાખવે ત્યાં સુધી આપણા દેશની લડખડાતી લોકશાહી મરવા વાંકે જ જીવતી રહેવાની સ્થિતિમાં રહેશે અને દેશના આર્થિક સ્વાતંત્ર્ય પર ખતરો લટકતો રહેશે.

ભારત દેશ અને તેમાંપણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીનું સ્વપ્ન છે. તેને પરીપૂર્ણ કરવા માટે દેશ સાર્વત્રીક રીતે અનેકવિધ પ્રકારે મહેનત કરી રહ્યું છે. નવા કાયદાઓ, નવી યોજનાઓ થકી ૨૦૨૫ સુધીમાં કેવી રીતે લક્ષ્યને પહોચી શકાય તે દિશામાં વિશેષ પગલા લેવામાં આવી રહ્યા છે. પરંતુ સાંપ્રત પરિસ્થિતિમાં દેશમાં જે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેની સામે વિશ્વ આખુ મંદીના ઓથા હેઠળ છે. તેવો રીપોર્ટ આઈએમએફ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. હાલ વિશ્વ આખાની જે ઉત્પાદકતા હોવી જોઈએ તેની સામે દેણુ ૨૩૦ ટકા વધુ છે. હાલનાં આંકડાકીય માહિતી મુજબ વિશ્વ આખું ૧૮૮ ટ્રીલીયન ડોલરનાં દેણા હેઠળ આવી ગયું છે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 1

આમ, આખા વિશ્વની આર્થિક હાલત અતિ ખરાબ છે,. વૈશ્વિક આર્થિક મંદી ચરમસીમાએ છે. અબજોની સીમા વટાવીને તે ‘ખર્વ’ના આંકડે પહોચી છે. તેમ ‘અબતક’નો અહેવાલ દર્શાવે છે.

આવી અતિ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવા માટે ઘર આંગણે જે ઉમદા સ્થિતિ -સંજોગો જોઈએ તેનો છાંટો સુધ્ધાં નથી.

આંતરિક કલહે દેશના રાજકારણને ડહોળી નાખ્યું છે, અને તે સમયસર આછરે એવી સ્થિતિ નજરે પડતી નથી.

આજની આ હાલતને ઠીકઠાક કરી આપે એવા નેતાઓ અને રાજકર્તાઓ આપણા દેશ પાસે નથી. દેશભકતો નથી. રાજનીતિજ્ઞો નથી મહારાષ્ટ્ર, હરિયાણા, કર્ણાટક, ઝારખંડ અને દિલ્હી આનાં ઉદાહરણો છે.

આ બધું જોતાં આપણા દેશે એકથી વધુ મોરચે સારી પેઠે સાવધાન રહ્યા વિના નહિ ચાલે એ નિર્વિવાદ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.