Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર ધ્વારા રાજકોટ શહેરની તમામ સરકારી કચેરીઓમાં, સરકારી કાર્યક્રમો, તમામ સહકારી તેમજ ખાનગી સંસ્થાઓમાં, તમામ કોમર્શીયલ એરીયામાં, સામાજીક પ્રવૃતિઓમાં, કેટરીંગ સર્વિસમાં, તમામ વોર્ડમાં આવેલ જાહેર જ્ગ્યાઓ તથા વિસ્તારોમાં સીંગલ યુઝ પ્લાસ્ટીકનાં ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. જે અનુસંધાને જે અન્વયે  પુર્વ ઝોનના કોમર્શીયલ વિસ્તારોમાં આજે  પુર્વ ઝોનની તમામ ટીમ ધ્વારા મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે સીંગલ યુઝ પ્લાસ્ટીક તથા પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા આસામીઓ પાસેથી ૧૧ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક, જપ્ત કરી રૂ. ૧૪,૧૦૦/- નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.

Advertisement

ઉક્ત કામગીરી કમિશ્નરની સુચના મુજબ પુર્વ ઝોનના નાયબ કમિશ્નર સી. બી. ગણાત્રાના માર્ગદર્શન હેઠળ પુર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, મદદનીશ પર્યાવરણ ઇજનેર જીગ્નેશ વાઘેલા, વોર્ડના એસ. આઈ.  ડી. એચ. ચાવડા,  ડી. કે. સીંધવ,  એન. એમ, જાદવ,  પ્રફુલ ત્રીવેદી તથા વોર્ડના એસ. એસ. આઈ.  પ્રભાત બાલાસરા,  હરેશ ગોહેલ,  પ્રશાંત વ્યાસ,  અશ્વિન વાઘેલા,  જે. બી, વોરા,  આર. જે. પરમાર,  અર્પીત બારૈયા,  ભુપત સોલંકી,  એ. એફ. પઠાણ,  ભરત ટાંક તથા  જય ચૌહાણ ધ્વારા કરવામાં આવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.