Abtak Media Google News

આહીર સમાજ રચશે વર્લ્ડ રેકોર્ડ: ૧પ હજારથી વધુ મેદની ઉમટી પડશે: રેજાંગલા યુઘ્ધમા લડનાર યોઘ્ધાઓની પણ ખાસ હાજરી

માયાભાઇ આહિર, રાજભા ગઢવી, દેવાયત ખવડ અને કિર્તીદાન ગઢવીનો ખાસ કાર્યક્રમ

ચીન સાથે થયેલા રેજાંગલા યુઘ્ધમાં શહીદી વ્હોરનાર ૧૧૪ આહિર શૂરવીરોને શ્રઘ્ધાંજલી પાઠવવા આગામી તા.૧૮મીએ રેસકોર્ષમાં આહિર  શોર્ય દિવસ ઉજવાશે. આ કાર્યક્રમ અંગે આહિર શોર્ય દિવસ સમિતિ દ્વારા ‘અબતક’ને વિગતો અપાઇ હતી.

રાજકોટના રેષકોર્ષ મેદાન ખાતે હજારો આહીરો પરંપરાગત સફેદ વસ્ત્રોમાં ૧૮મીએ સોમવારે  રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે બપોરે ૨ કલાકે શ્રદ્ધાંજલી પાઠવવા ઉમટશે. આ સાથે જ હજારોની સંખ્યામાં સફેદ વસ્ત્રો સાથે શ્રદ્ધાંજલી આપવા પધારેલો આહીર સમાજ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં રેકોર્ડ પ્રસ્થાપિત કરશે.

રેજાંગલા પર ચીન સામેની લડાઈમાં ભારતના ૧૨૪ સૈનિકો અને ચીનના ૩૦૦૦ના સૈન્ય સામે યુદ્ધ લડયા હતા. જેમાં આ ભારતના ૧૨૪ સૈનિકો એ ચીનના ૩૦૦૦ સૈનિકો માંથી ૧૪૦૦ સૈનિકોને મોતને ઘાટ ઊતરેલ. ચીન પાસે તે સમયે મશીનગન જેવા હથિયારો હોવા છતાં ભારતીય સૈનિકો પાસે રાયફલો હતી. હથિયારોનો દારૂગોળો પૂરો થઈ ગયા પછી પણ તેમના હથિયારોના આગળના ભાગમાં છરાઓ વડે અને તેમને લાકડી તરીકે ઉપયોગ કરી અને છેલ્લે દંડયુદ્ધ કરીને પણ આવડી ઉંચાઈ પર બહાદૂરીપૂર્વક લડાઈ લડી અને છેવટે ચીને આ યુદ્ધને વિરામ આપ્યું, આ ચોકી પર ભારતીય સેનાએ જીત મેળવી હતી. ચીનના ૧૪૦૦થી વધુ સૈનિકોનો ખાતમો કરી આ લડાઈમાં ભારતના ૧૧૪ વીર સૈનિકો શહિદ થયા હતા. જે તમામ આહીરો હતા.

દેશ માટે  આહીર સમાજના શુરવીરોએ ઘણું બલીદાન આપ્યું છે. શહીદો તેમજ આહીર સમાજના શુરવીરોએ રાષ્ટ્ર રક્ષા, માં ભારતીના રક્ષણ માટે જેમ કે પ્રથમ વિશ્ર્વ યુદ્ધ, દ્વિતિય વિશ્ર્વ યુદ્ધ, ૧૯૪૮ બળગાવ, ૧૯૬૧ ગોવા લિબ્રેશન, ૧૯૬૨ રેજાગલાં સાંસદ હુમલો અને અક્ષરધામ હુમલો, ૨૬/૧૧ મુંબઇ હુમલો આ તમામ જગ્યાએ માં ભોમની રક્ષા પાછળ જેને બલીદાન ત્યજી દીધા છે અને દેશની રક્ષા પાછળ જેને પોતાનું પરિવાર મુકી દીધા છે તેવા વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે ગુજરાત આહિર શૌર્ય દિવસ સમિતિ દ્વારા રસકોર્ષ મેદાન ખાતે શ્રદ્ધાંજલી પાઠવશે.

Dsc 0054

આહીર સમાજના ઇતિહાસ તરફ એક નજર કરવામાં આવે તો…. દેવાયતબાપા બોદર, રાઘાબાપા ભમર, સાદુળબાપા ભંમર, ભોજાબાપા મકવાણા, વીહાબાપા ડેર, ખીમરો – લોડણ, ભૂવડબાપા ચાવડા, રામબાપા ડાંગર, હાજાબાપા નંદાણીયા, નોડાબાપા ડાંગર, નગાબાપા હૂંબલ, મેપાબાપા મોભ, નગાબાપા, અમર માં, રામબાઇમાં, ડગાઇચા દાદા ડાંગર, ખીમાબાપા બકુત્રા, રતાબાપા સોનારા, દેવાબાપા ડેર, હમીરબાપા ડાંગર, જાદવબાપા ડાંગર, વીહાબાપા ડેર, દલાદાદા છૈયા જેવા મહાન શુરવીરો કોઇએ આશરાધર્મ માટે કોઇએ ગાયોના રક્ષણ માટે તો કોઇએ બેન – દિકરીની ઇજજત માટે તો કોઇએ ગામના રક્ષણ માટે પોતાના પ્રાણ આપ્યા અને રાષ્ટ્ર માટે સમર્પિત થઇ ગયા એવા શુરવીરની શૌર્યતાને યાદ કરવા અને જેણે દેશના સીમાડા પર હજારો વર્ષોથી લઇને આજસુધીમાં ભારતીના રક્ષણ માટે પોતાના પ્રાણ પાથરી દીધા તેવા સૌ શહીદોની શુરવીરતાનાં, બહાદુરોની બહાદુરીના, દાતારોના દાતારીના ગુણગાન ગાવા માટે, એને વંદન કરવા માટેનું આ શૌર્ય દિનનું આયોજન કરાયું છે.

આ કાર્યકમમાં ખાસ કેન્દ્રીય મંત્રી રાવ ઇન્દ્રજીતસિંહ, કેબીનેટ મંત્રી અને ગુજરાત આહિર સમાજના પ્રમુખ જવાહરભાઇ ચાવડા, રાજય કક્ષાના મંત્રી વાસણભાઇ આહિર, સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્યો વિક્રમભાઇ માડમ, ભગવાનભાઇ બારડ, અમરીશભાઇ બારડ, અમરીશભાઇ ડેર, રવિ યાદવ (મુંબઇ), અનિલ યાદવ, મુકેશ યાદવ, ચેરમેન મુળુભાઇ બેરા, રાજસિંહભાઇ જોટવા, આરતીસિંહ રાવ, લાભુભાઇ ખીમણીયા, નાગદાનભાઇ ચાવડા, ઉદયભાઇ કાનગડ, અર્જુનભાઇ ખાટરીયા, વેજાબાપા રાવલીયા, ભાનુભાઇ મેતા તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના આહિર સમાજના આગેવાનો અને દિલ્હી, હરિયાણા, ઉતર પ્રદેશ, બિહાર, મુંબઇથી આહિર સમાજના આગેવાનો હાજર રહી ઋણ પ્રગટ કરશે.

આ શૌર્ય દિવસને સફળ બનાવવા માટે ઘનશ્યામભાઇ હેરભા, પ્રદીપભાઇ ડવ, શૈલેષભાઇ ડાંગર, દિલીપભાઇ બોરીચા, અર્જુનભાઇ ડવ, હિરેનભાઇ ખીમણીયા, હેમતભાઇ લોખિલ, ખોડુભાઇ રોગલિયા, મુકેશભાઇ ચાવડા, લાલાભાઇ હુંબલ, પ્રવીણભાઇ સેગલિયા, કરશનભાઇ મેતા, જેઠુરભાઇ ગુજરીયા, ચંદુભાઇ મિયાત્રા, રોહિત  ચાવડા, મનવીર ચાવડા, વિમલ ડાંગર, પ્રવીણભાઇ મૈયડ, અજય ખીમણીયા, મૌલિક રાઠોડ, પ્રભાતભાઇ ડાંગર, કમલેશ કોઠીવાર, ભરતભાઇ સવસેટા, રમેશભાઇ બાલાસરા, સુરેશભાઇ રાઠોડ, જયદીપ ડવ, હિતેશ ચાવડા, વિક્રમ ડાંગર સુરજ ડેર, જે.ડી.ડાંગર, કરણ લાવરીયા, અશ્ર્વિન બકત્રા, ભરતભાઇ, ડાંગર, ભીખુભાઇ વારોતરીયા, સુરેશભાઇ ગરૈયા, વરજાંગભાઇ જીલરીયા, જીવણભાઇ કુંભારવાડીયા, બાલભાઇ હુંબલ, રઘુભાઇ હુંબલ, બાબાભાઇ ડાંગર, માસાભાઇ ડાંગર, ગેમાભાઇ ડાંગર, સામતભાઇ જારીયા, લાખાભાઇ જારીયા, વિક્રમભાઇ કટાર, કિશોરભાઇ રાઠોડ, જીતુભાઇ ડેર, કીરીટભાઇ હુંબલ, મુળુભાઇ કંડોળીયા, મેરામણભાઇ ગોરીયા, રાજશીભાઇ આંબલીયા સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.