Abtak Media Google News

ભારતીય કંપનીઓ સો ભાગીદારી કરનાર એફડીઆઈ માટે નિયમો હળવા થાય તેવા સંજોગો

ભારતીય બજારમાં તરલતા લાવવા અને મંદીને પહોંચી વળવા માટે એફડીઆઈ મામલે સરકાર ધરખમ ફેરફાર કરવા જઈ રહી છે. ભારતીય કંપનીઓ સાથે ભાગીદારી કરનાર એફડીઆઈ માટે હવે નિયમો હળવા થવા જઈ રહ્યાં છે. અગાઉ આરબીઆઈની પૂર્વ મંજૂરી વગર વિદેશી મુડી રોકાણ ભારતમાં જોઈન્ટ વેન્ચ્યુર ભાગીદાર પેટીમાં થઈ શકતું નહોતું તેમાં આ મામલે એફડીઆઈ મંજૂરી આપતું નહોતું જો કે હવે સ્થિતિ બદલાઈ છે.

વૈશ્વિક સ્તરે અર્થતંત્રને અનેક પરિબળો અસર કરતા હોય છે ત્યારે ભારતીય બજારમાં હાલ નાણાની તરલતા અને બેંકોની કથળેલી સ્થિતિ પણ મંદી પાછળ જવાબદાર છે. કંપનીઓ વારંવાર બદલાતી પોલીસીના કારણે સીધો વિશ્ર્વાસ કરી શકતી નથી.

ત્યારે વિશ્વમાથી નાણા ભંડોળ ભારતમાં ઠલવાય તે માટે ટૂંક સમયમાં સરકાર મસમોટા ફેરફાર કરવા જઈ રહી છે. તાજેતરમાં અર્થશાસ્ત્રી સુરજીત ભલ્લાની આગેવાનીમાં ઉચ્ચ કક્ષાના એડવાઈઝરી ગ્રુપની મીટીંગ મળી હતી. જેમાં ભારતનું એકસ્પોર્ટ કઈ રીતે વધારવું તે અંગે ચર્ચા થઈ હતી. બેઠક દરમિયાન વધુને વધુ એફડીઆઈ ભારતમાં ઠલવાય તે માટે નિયમોમાં ફેરફાર કરવાની ઈચ્છા વ્યકત થઈ હતી. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડિસ્ટ્રીઝ એન્ડ ઈન્ટરનલ ટ્રેડ દ્વારા પણ આ મુદ્દે વિચાર વિમર્શ કરવામાં આવી રહ્યો છે.

જો એફડીઆઈ મુદ્દે સરકાર નિયમોમાં ફેરફાર કરશે તો આગામી સમયમાં ભારતીય કંપનીઓ સાથે ભાગીદારી કરનાર વિદેશી કંપનીઓ માટે નિયમો હળવા થઈ જશે જે વૈશ્વિક કંપનીઓની વાર્ષિક આવક ૧૦ બીલીયનથી વધુ હશે અને ભારતીય કંપની સાથે ભાગીદારી કરશે. તેને નિયમોમાં છુટછાટ મળશે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 3

ભારતમાં તમામ સેકટરોમાં થોડા ઘણા અંશે મંદી અસર કરી ચૂકી છે. ખાસ કરીને ટેલીકોમ સેકટરની હાલત કફોડી બની ચૂકી છે. ટેલીકોમ સેકટરમાં પણ વિદેશી કંપનીઓનું મુડી રોકાણ ટોચના સ્થાને છે. આવા સંજોગોમાં સરકારની પોલીસી માંદા ર્અથતંત્રને બુસ્ટર ડોઝ આપવા સક્ષમ બની જશે.

વિવિધ આર્થિક સંસ્થાઓ ભારતના વિકાસ દરના ટાર્ગેટ સામે સવાલો ઉભા કરી રહી છે. ત્યારે સરકારને પણ પોલીસીમાં ધરખમ ફેરફારની જરૂરીયાત ઉભી થઈ હોવાનું જણાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.