Abtak Media Google News

ખાતાદીઠ ખેડૂત એક જ અરજી કરી શકશે

રાજ્યમાં તા. ૧૫-૧૦-૧૯ થી ૨૦-૧૧-૧૯ સુધી પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન થયુ હતું.  તે અંગે રાજય સરકાર દ્વારા દ્વારા જાહેર કરવામાં આવેલા સહાય પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતો દ્વારા નિયત નમૂનામાં ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક/તલાટી કમ મંત્રીને અરજી કરવાની રહેશે. આ સહાયનો લાભ મેળવવા ખાતેદાર ખેડૂતે તા. ૩૧-૧૨-૨૦૧૯ સુધીમાં અરજી કરવાની રહેશે તેમ કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે.

7537D2F3 3

આ અરજી સાથે ખેડૂતોએ આધાર કાર્ડ, તલાટીનો પાક વાવેતરનો દાખલો અથવા ૭/૧૨, ૮-અ, બેન્ક એકાઉન્ટ નંબર માટે બેન્ક પાસ બૂકના પ્રથમ પાનાની IFSC CODE સાથેની નકલ તથા સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુક્ત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનું અન્ય ખાતેદારોની સહી વાળું  ના વાંધા  અંગેનું સંમતિ પત્રક અથવા સંયુક્ત ખાતેદારોની અનુપસ્થિતિમાં ખેડૂતનું કબૂલાત નામું જોડવાનું રહેશે. વધુમાં એક ખાતા દીઠ એક જ અરજી કરવાની રહેશે. આ અંગે વધુ માહિતી માટે તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી (ખેતી) અથવા તાલુકા અમલીકરણ અધિકારી (ખેતી), પેટા વિભાગ કક્ષાએ મદદનીશ ખેતી નિયામક અને જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે તેમ વધુમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.