Abtak Media Google News

પ્રભાસમાં પ્રાચીન સ્મારકોનાં દર્શનાર્થે યાત્રિકો ગામમાં જાય ત્યારે પરેશાન કરતું ગટરનું પાણી શુઘ્ધ કરી રીયુઝ બનાવશું: વિજયસિંહ ચાવડા

સોમનાથનાં નૂતન મંદિર ઓડિટોરીયમ ખાતે ભાજપનાં નવનિયુકત શહેર પ્રમુખ દેવાભાઈ ધારેચા તથા તાલુકા પ્રમુખ હરદાસભાઈ સોલંકીનું તેમજ પદનિવૃત થતા સરમણભાઈ સોલંકી, પ્રવિણભાઈ ‚પારેલીયા, ઝવેરીભાઈ ઠકરારનું સન્માન કરવામાં આવ્યું. પ્રભાસપાટણ ભાજપ પરિવારનાં મિલનભાઈ જોશી, રામભાઈ સોલંકી, રાજુભાઇ ગઢીયા, જયદેવભાઈ જાની સહિતની પ્રભાસ ભાજપ પરિવારનાં સભ્યોની ટીમે આ સમારોહ આયોજીત કર્યો હતો. નવનિયુકત શહેર પ્રમુખ દેવાભાઈ ધારેચાએ સંબોધન કરતા જણાવ્યું કે, તમોએ કરેલ બહુમાન કયારેય એળે નહીં જાય, કેન્દ્ર, રાજય અને નગરપાલિકામાં ભાજપને મળેલી જીતનો યશ કાર્યકર્તાઓને ફાળે જાય છે. ભાજપનું અંતિમ લક્ષ્ય સતા નથી પરંતુ છેવાડાનાં માનવીની સેવા થઈ શકે તે છે. સોમનાથ મંદિરને ભારતનાં સ્વચ્છ મંદિર તરીકેનો એવોર્ડ મળતાં સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાનો ટ્રસ્ટવતી શાલ ઓઢાડી અને સોમનાથ મહાદેવની વિશાળ તસવીર આપી સન્માન કરાયું હતું. આ અંગે સમારોહમાં વિજયસિંહ ચાવડાએ સંબોધનમાં જણાવ્યું કે, પ્રભાસમાં પ્રાચીન કિલ્લો, ૧૦૦ વર્ષ ઉપરાંતની કંદોઈ દુકાન અને ઘણા પ્રાચીન વાવ સહિતનાં સ્મારકો આવેલા છે અને પ્રવાસી યાત્રિક સોમનાથ દર્શન પછી ગામમાં પણ જતો થાય તેવી અમારી નેમ છે તે માટે પ્રભાસનાં ગટરોનાં ગંદા પાણીનાં નગરપાલિકા પ્રશ્ર્ન હલ કરવા ૫૦ ટકા જવાબદારી અમે સ્વિકારવા વાટાઘાટો થઈ રહી છે અને જેથી ૩૩ લાખ લીટર ગટરનું પાણી શુઘ્ધ કરી રીયુઝ બનાવીશું.

7537D2F3 4

સોમનાથ ટ્રસ્ટ આઈડિયા, વહિવટીતંત્ર, નગરપાલિકા અને ગુજરાત સરકારનાં સહકારથી ૨૪૭ સફાઈ કામ કાર્યરત રહે છે અને ભોજનાલયનાં વેસ્ટ મેનેજમેન્ટ તેમજ ઉતરેલા ફુલોમાંથી ખાતરનું સર્જન કરવામાં આવે છે. સોમનાથ ટ્રસ્ટે ૧૦૦૦ લોકોને વ્યવસાયી તાલીમબઘ્ધ કર્યા છે જેમાં ૭૦૦ને તો નોકરી પણ મળી ચુકી છે. આગામી દિવસોમાં અદાણી કંપનીનાં સહયોગથી તેમજ આઈડિયાનાં સહયોગથી સોમનાથ ટ્રસ્ટને એક બસ મળશે જે બસ નવી પેઢીને કોમ્પ્યુટર તાલીમ આપવા સોમનાથ પંથકમાં ફરશે. આ ઉપરાંત દર મહિને વિકલાંગ કેમ્પ, કુપોષિત બાળકોને ચીઠ્ઠી પોસ્ટીક વિતરણ, આંખ નિદાન કેમ્પ થતો જ રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.