Abtak Media Google News

મેષ

Advertisement

001

નાના નાનાં કારણોથી અધુરા રહેલા સરકારી કાર્યો સમેત તમામ કાર્યો કે સફળતા પૂર્વક પૂર્ણ  થવાની સંભાવના,  મિત્રો, સ્નેહીઓ, સગાં દ્વારા આર્થિક લાભ. મોટા વ્યાપારી વર્ગ તથા ઉદ્યોગપતિ વર્ગ માટે આ સપ્તાહ  હળવું તનાવવાળુ રહેવાનો વરતારો, સાથે લાભદાયી પણ રહેવાનો વરતારો. સરકારી કર્મચારી, ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ હળવુ તેમજ ફળદાયી રહેવાંના સંયોગો.  નવા કાર્યો નો શુભારંભ કરવા માટે સારુ સપ્તાહ. દાન ધર્માદા તથા ચેરીટેબલ કે વેલ્ફેર કાર્યો માટે ઉતમ સમય.  ૧૩ -૧૪  ડિસેમ્બરના દિવસો  સરેરાશ રહેશે, અન્ય દિવસો સારા રહેશે .

વૃષભ

002

આ સપ્તાહ અનેક પ્રકારે લાભ આપનારુ તથા બરકત વાળુ સાબીત તો થશે સાથે કપરાં ચડાણ આપશે.  સ્વગૃહી શુક્ર વાળા જાતકોએ તેમના ઈમોશંસ પર કાબુ રાખવો,  અન્યથા, પ્રતિકુળ પરિણામ આવવાની સંભાવના. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી વર્ગે વિશેષ કાળજી રાખવી.  ગયા વર્ષના અઘરા, અધુરા રહેલાં કામકાજ આ સપ્તાહે ઉકેલવાનો સારો સમય.  અવૈધ કહી શકાય તેવાં વહીવટ વ્યવહાર કે વ્હાલ માટે આ સપ્તાહ અઘરું સાબીત થઈને રહેશે. પરિવાર જનો સ્નેહી જનો તથા મિત્ર વર્તુળ સાથે આ સપ્તાહ વિશેષ રૂપે લાભદાયી રહેશે.  ૧૧ તથા ૧૪ ડિસેમ્બરનાં દિવસો જ મધ્યમ રહેશે.

મિથુન

003

શૈક્ષણિક તથા અર્ધ શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલ  પુરુષજાતકો માટે આ સપ્તાહ લાભદાયી તથા હળવું કષ્ટદાયી રહેશે, ખાનગી એકાઉંટન્ટ–સીએ માટે લાભદેય તથા શ્રેયકર નીવડશે.  નાના વ્યાપારી માટે મંદીનો માહોલ જોવા મળશે.  જથ્થાબંધ વ્યાપાર સાથે સંકળાયેલ જાતકો માટે ચડાવ ઉતાર બન્ને સાથે જોવા મળશે. અમુક કાર્યો અધુરા રહેવા પામે.  સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ મધ્યમ રહેશે.  ઉચ્ચાધિકારીઓએ વિશેષ કાળજી રાખવી.  પારિવારીક સુખ શાંતિમાં વધારો, ગૃહિણીઓ તથા નિવૃત લોકો માટે આ સપ્તાહ સારુ નીવડશે.   ૮, ૯ તથા ૧૦  ડિસેમ્બરનાં  દિવસો  સરેરાશ  રહેશે, બાકીના અન્ય દિવસો સારા રહેશે .

કર્ક

004

જલ-પદાર્થના ઉદ્યોગ કે વ્યાપાર માટે  આ સપ્તાહ ઉતમ રહેશે, સાથે તેને સંબંધિત અન્ય ધંધા વ્યવસાયને પણ ફાયદો થવાનાં સંયોગો. તેમજ રસાયણ ક્ષેત્રે સંકળાયેલ જાતકો માટે આ સપ્તાહ લાભદેય નીવડશે. સરકારી કર્મચારી માટે સાનુકુળ સપ્તાહ, અર્ધ સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે હળવા સંઘર્ષનાં સંયોગો. ચંદ્ર તથા રાહુની યુતિ વાળા આ રાશિના તમામ જાતકો માટે આ સપ્તાહ હાનીકર્તા નીવડવાંના સંયોગો. આવા જાતકોએ અવૈધ કાર્યોથી દુર રહેવું.  ગૃહિણીઓ અને સંતાનો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે.  સરેરાશ, આ  આખુ  સપ્તાહ સારુ નીવડશે.

સિંહ

005

સ્વગૃહી મંગળ વાળા જાતકો, પિતની તાસીર વાળા જાતકો માટે આ સપ્તાહ પણ ચડાવ ઉતાર વાળુ રહેવાની સંભાવના. નીચસ્થ સૂર્ય વાળા જાતકોએ આંખની કાળજી લેવી.  અગ્નિ સંબંધિત ઉત્પાદના ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ લાભદાયી રહેશે, તથા વ્યવસાયિક જાતકો જેવાં કે ફિજીશ્યન, સર્જન, એડવોકેટ માટે આ સપ્તાહ વિશેષ સાનુકુળ નીવડશે. નાના વ્યાપાર કે નાના ઓદ્યોગિક એકમ માટે મધ્યમ સમય ગાળો. સરકારી તથા ખાનગી ક્ષેત્રના તમામ વર્ગ કે હોદ્દાના કર્મચારીઓ માટે આ સપ્તાહ સારુ રહેશે. દિનાંક ૧૪ ડિસેમ્બરનો દિવસ સાધારણ રહેશે.

કન્યા

006

નાના ઔધોગિક એકમ, વ્યાપારી પેઢી તથા ખાનગી શૈક્ષણિક એકમ વાળાનાં જાતકો માટે  સપ્તાહ પણ  ચડાવ ઉતાર વાળું નીવડશે. નાના વ્યાપાર વણિજ માટે સારુ સપ્તાહ. છુટક હમાલી કે ફેરી કરતાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ તથા લાભદેય નીવડશે.  અંગત કહી શકાય તેવાં મિત્રો સાથે અણબનાવ કે ગેર સમજ જેવાં સંયોગો સર્જાશે. ગૃહસ્થજીવનમાં સુખ શાંતિ અને સુમેળતાનો સમન્વય.  પારિવારીક સુખમાં વધારો, કૌટુંબિક કાર્યોમાં આનંદનો અનુભવ. દાન, તથા ધાર્મિક પ્રવાસ જેવાં કાર્યોની સંભાવના. ૮ તથા ૯ ડિસેમ્બરનાં દિવસો જ મધ્યમ રહેશે

7537D2F3 6

તુલા

007

મોટા વ્યાપાર વણિજના એકમના જાતક માટે  આ સપ્તાહ યથાવત રહેશે.  તદુપરાંત નાનાં નાના ધધા વ્યવસાયમાં ફાયદાના અવસરો પ્રાપ્ત થશે.  નવા એકમના પ્રારંભ માટે સારો સમય ગાળો.  વ્યવસાયિક કલા ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ હળવું રહેશે.  સર્વિસ બિઝનેશ જેવાં એકમના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.

આ સપ્તાહે પણ પરિવાર કે સગાં સાથે યાત્રા પ્રવાસના સંયોગો. નિવૃત તથા ગૃહસ્થી, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ સારુ નીવડશે.  ૧૨ તથા ૧૩ ડિસેમ્બરનો દિવસ સાધારણ રહેશે.

વૃશ્ચિક  

008

ઉતરતી પન્નોતિનુ આ સપ્તાહ લાભકારક  નીવડશે સાથે આ સપ્તાહમાં ન જોયા હોય તેવાં ચડાવ ઉતાર જોવા પણ મળશે. ઉચ્ચસ્થ કે સ્વગૃહી મંગળ વાળા જાતકોએ તેના ગુસ્સા તથા શૃંગારિક લાગણીઓ પર કાબુ રાખવો, અન્યથા, દુષિત પરિણામ ભોગવવાની સંભાવના. અનેક પ્રકારે લાભ આપનારુ તથા બરકત વાળુ સાબીત થશે.  સરકારી ક્ષેત્રનાં  કામકાજ માટે સારા સંયોગો બની રહ્યા છે.  અવૈધ વહીવટ વ્યવહાર કે વ્હાલ માટે આ સપ્તાહ કપરું રહેશે. પરિવારજનો, સ્નેહી જનો તથા મિત્ર વર્તુળ સાથે આ સપ્તાહ વિશેષ રૂપે લાભદાયી રહેશે. ૧૦ તથા  ૧૪ ડિસેમ્બરનાં દિવસો અતિ સામાન્ય દેખાશે.

ધન

009

આ સપ્તાહ હળવું  દોડધામ વાળું કે ભાગદોડ વાળું જણાશે, સાથે ધંધા વ્યવસાય માટે અનેક નવી આશાઓ લઈને આવશે. મોટા કે જથ્થાબંધ વ્યાપાર વણિજ ના જાતકો માટે લાભદેય રહેશે. પન્નોતિની અસર આ સપ્તાહ દરમ્યાન નહિવત્ સમાન રહેશે. માટે આનંદો. અધુરા કાર્યને અંજામ આપવાનો સારો સમય ગાળો. પરિવારોજનો વચ્ચે પડેલી ગુંચો ઉકેલાય જવાંની સંભાવના.  પનોતિની દુષિત પ્રભાવથી રાહત મેળવવાં માટે,  ખાદ્યાન કે ખાદ્ય ખોરાક નીક કે ગટરમાં ન જાય તેની ખાસ તકેદારી લેવી. ૮ ડિસેમ્બર સાધારણ રહેશે. ૧૦ ડિસેંમ્બર અર્ધ સાધારણ રહેશે.

મકર

010

પન્નોતિનો સકારાત્મક પ્રભાવ આ સપ્તાહ દરમ્યાન જણાશે,  તેમ છતાં દસ્તાવેજ લેખન જેવાં સરકારી કાર્યોમાં સાવચેતી દાખવવી. ધંધા વ્યવસાયમાં આરામ જેવો માહોલ રહેશે. દોડધામ હળવી થશે, ઓદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સારુ રહેશે. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના તમામ વર્ગના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. નાના વ્યાપાર વણિજ માટે હળવું લાભકારી રહેશે.  આ સિવાયના તમામ જાતકો માટે સપ્તાહ સારુ નીવડશે.  ૯ તથા ૧૧ ડિસેમ્બરનાં દિવસો  સાધારણ રહેશે. પનોતિના  દુષિત પ્રભાવથી રાહત મેળવવાં માટે,  પરિશ્રમિકોને પુરતું અને યોગ્ય વળતર આપવું,

કુંભ

011

યોગસાધકો તથા શનિપ્રધાન જાતકો માટે આ સપ્તાહ ઉતાર વાળુ રહેશે. સાથે હળવો લાભ પણ જણાશે. નાનાં નાના ઔદ્યોગિક એકમ તથા મહેનત વાળા નાના વ્યાપાર-ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે.  લોખંડ તથા તેને સંબંધિત ધંધા વ્યવસાયમાં  જોડાયેલ તમામ જાતકો માટે આ સપ્તાહ હળવું ચડાવ વાળુ સાબીત થશે.  સાહિત્ય તથા લલિત કલાના તમામ છાત્રો માટે આ સપ્તાહ ખુબ  સારુ નીવડશે. સરકારી તથા અર્ધ સરકારી નોકરીયાત માટે સારુ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે મધ્યમ રહેશે. સગાં સ્નેહીઓ દ્વારા સાથ સહકાર મળવાના સંયોગો. મહિલા કર્મચારી, ગૃહિણી વર્ગ માટે સારુ સપ્તાહ. ફકત  ૯ ડિસેમ્બરનો  દિવસ  સાધારણ રહેશે.

મીન

012

મોટા ઔદ્યોગિક એકમ, મોટા વ્યાપાર– વણિજના એકમનાં જાતકો માટે સારો સમય ગાળો.  એક્સપોર્ટ-ઈમ્પોર્ટ ક્ષેત્રે સંકળાયેલ તમામ વર્ગના જાતકો માટે આ સપ્તાહ પણ વિશેષ રૂપે લાભદાયી નીવડશે.  નાના ઔદ્યોગિક-વ્યાપાર-વણિજના એકમ સાથે સંકળાયેલ માલિક સમેત કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ હળવું ચડાવ વાળુ નીવડશે. સરકારી, અર્ધ સરકારી તથા ખાનગ ક્ષેત્રના કર્મચારીઓ માટે સારુ સપ્તાહ. દાન  તથા યાત્રા- પ્રવાસનો સંયોગો. પરિવાર તરફ સાથ સહકાર મળવાનાં સંયોગો.  છાત્રો તથા મહિલા-ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ.  ફકત ૧૪ ડિસેમ્બરનોં દિવસ  જ અર્ધ-સામાન્ય જણાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.