Abtak Media Google News

ફોર્મ ૩૦મીથી ભરી શકાશે: આયોજકો ‘અબતક’ની મુલાકાતે

દેશળદેવ યુવા એજયુકેશન ટ્રસ્ટ રાજકોટ દ્વારા ખવાસ રજપુત સમાજના યુવા ભાઇઓ એક મંચ પર આવી શકે અને સંગઠનના હેતુસર યુવા ભાઇઓની લાગણીને માન આપીને સતત ત્રીજા વર્ષે રાજકોટ ખાતે ઓપન ટેનીસ ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ જીલ્લામાંથી ખવાસ રાજપુત સમાજના યુવા ભાઇઓની ટીમ ભાગ લેશે દરેક ટીમ માટે ટીશર્ટ તથા વિજેતા અને રનર્સઅપ ટીમને ભવ્ય ટ્રોફી બેસ્ટ બોલર, બેસ્ટ બેટસમેન બેસ્ટ ફિલ્ડર, મેન ઓફ ધ મેન, મેન ઓફ ધ સીરીઝને ટ્રોફી આપીને સન્માનીત કરવામાં આવશે. સંસ્થા તરફથી જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી.  ઓપન ડે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ તા. ૪-૧-૨૦ શનિવારના રોજ ધર્મેન્દ્રસિંહજી કોલેજ યાજ્ઞીર રોડ ખાતે રમાડવામાં આવશે. ટુર્નામેન્ટની એન્ટ્રીફી ૨૫૦૦/- તથા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩૦ ડીસેમ્બરની રહેશે.

આયોજને સફળ બનાવવા કાનાભાઇ ચૌહાણના નેતૃત્વ હેઠળ કારોબારી સમીતીના સભ્યો, રાહુલભાઇ રાઠોડ, સાવનભાઇ રાઠોડ, ચેતનભાઇ સોલંકી, શનિભાઇ રાઠોડ, સત્યજીતભાઇ પરમાર, રાજભાઇ સોઢા, ગોવિંદભાઇ પરમાર, અનીસ ચૌહાણ, મહેન્દ્રભાઇ ચૌહાણ, પિન્ટુભાઇ પરમાર, સમીરભાઇ રાઠોડ, સંજયભાઇ વાઘેલા સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.  રજીસ્ટ્રેશન માટે રાહુલભાઇ રાઠોડ મો. ૭૩૫૯૦ ૧૫૮૭૫ પર સંપર્ક કરવો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.