Abtak Media Google News

ઝારખંડ મુક્તિ મોરચાના હેમંત સોરેન મુખ્યમંત્રીપદની દોડમાં આગળ: વધુ એક રાજ્યમાં સત્તા જવાના પરિણામોથી ભાજપની છાવણીમાં નિરાશાનો માહોલ

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં દેશભરમાં ‘મોદી મેજીક’ ફરી વળ્યો હતો. જેથી, માર્ચ ૨૦૧૮ સુધી દેશભરમાં ભાજપની સત્તાનો વિસ્તાર ૭૫.૯ ટકા સુધી પહોચી જવા પામ્યો હતો. જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતિ મળ્યા બાદ સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે આવેલા ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આ રાજયમાં ભાજપને સત્તા ગુમાવવી પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. પરંતુ ઝારખંડ મૂકિત મોરચા કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતાદળના ગઠ્ઠબંધન વાળો વિપક્ષી મોરચો પરિણામમાં પાતળી બહુમતીથી આગળ ચાલી રહ્યો હોય અહી નાના પક્ષો ‘કીંગમેકર’ પૂરવાર થાય અને તેઓની ટેકાથી ભાજપ ફરીથી સરકાર બનાવે તો નવાઈ પામતા જેવું નહી રહે.

ઝારખંડ વિધાનસભાની ૮૧ બેઠકો માટે ૩૦ નવેમ્બરથી ૨૦ ડીસેમ્બર સુધીમાં પાંચ તબકકામાં મતદાન યોજાયું હતુ જેની મતગણતરી આજે સવારથી હાથ ધરાય રહી છે.જમાં પ્રારંભથી ભારે ચડાવઉતાર જોવા મળ્યા હતો. આ લખાય છે ત્યાં સુધીમાં ઝારખંડ મૂકિત મોરચા કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતાદળનું વિપક્ષી ગઠ્ઠબંધન શાસક ભાજપ કરતા આગળ ચાલી રહ્યું છે. આ વિપક્ષી મોરચો ૪૫ બેઠકો પર, ભાજપ ૨૫ બેઠકો પર આજસુ પાંચ બેઠકો. બાબુલાલ મરોડીનો ઝારખંડ વિકાસ મોરચો ૩ બેઠકો પર જયારે અન્યો ચાર બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. ઝારખંડ મૂકિત મોરચાનું ગઠ્ઠબંધન આગળ ચાલી રહ્યું છે. તેમાં ઝારખંડ મૂકિત મોરચા ૨૫ બેઠકો પર કોંગ્રેસ ૧૫ બેઠકો પર જયારે રાષ્ટ્રીય જનતાદળ પાંચ બેઠકો પર આગળ ચાલી રહ્યા છે.

7537D2F3 18

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શીબુ સોરેનના પુત્ર અને મુખ્યમંત્રી પદના પ્રમુખ દાવેદાર મનાતા હેમત સોરેનના પાર્ટી ઝારખંડ મૂકિત મોરચાએ ચૂંટણી પહેલા કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતાદળ સાથે ગઠ્ઠબંધન કર્યું હતુ આ ગઠ્ઠબંધનને સફળતા મળી હોય તેમ ૪૫ બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. જેથી તેમને ગત વિધાનસભા કરતા ૨૦ બેઠકોનો ફાયદો થઈ રહ્યો છે. જયારે ભાજપની રઘુવરદાસ સરકારની કામગીરી મતદારોને ઓછી પસંદ પડી હોય તેમ ભાજપને ૨૫ બેઠકો પર આગળ ચાલી રહી છે. ભાજપને ગત વિધાનસભા કરતા ૧૨ બેઠકો ઓછી મળી રહી છે. ભાજપને આ ચૂંટણીમાં એકલે હાથે લડવાનો નિર્ણય ભારે પડી રહ્યો હોય તેમ સ્પષ્ટ થઈ રહ્યું છે. ગત વખતનું ભાજપનો સાથીદાર પક્ષ આજસુ ચાર બેઠકો પર આગળ ચાલી રહ્યો છે. તેને ૧ બેઠકનું નુકશાન થઈ રહ્યું છે. જયારે પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીના પક્ષ ઝારખંડ વિકાસ મોરચા ત્રણ બેઠકો પર આગળ ચાલી રહ્યો છે. તેને ગત વખત કરતા આ વખતે પાંચ બેઠકોનું નુકશાન થતુ જોવા મળી રહ્યું છે. જયારે અન્ય ચાર બેઠકો પર આગળ છે તેમને બે બેઠકોનું નુકશાન જોવા મળી રહ્યું છે. જે રીતે પરિણામ આવી રહ્યા છે. તેને જોતા કામદાર નેતા અને ઝારખંડને અલગ રાજય બનાવવા માટે લડત ચલાવનારા પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનના પુત્ર હેમંત સોરેનનું મુખ્યમંત્રી બનવું નિશ્ર્ચિત મનાય રહ્યું છે. વર્ષ ૨૦૦૦માં અસ્તિત્વમાં આવેલા ઝારખંડ રાજયનાં ૧૯ વર્ષના રાજકીય ઈતિહાસમાં સતત રાજકીય અસ્થિરતા જોવા મળી છે. ભાજપની વર્તમાન રઘુવરદાસ સરકાર જ પાંચ વર્ષ પૂરા કરી શકી છે. ૨૦૧૪ ની છેલ્લી ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં, ભાજપે કુલ ૮૧ બેઠકોમાંથી (૩૭ (.૩૧..૩ ટકા વોટશેર) જીત્યા હતા. ઝારખંડ મુક્તિ મોરચાના મતોનો હિસ્સો ૨૦.૪ ટકા હતો અને પાર્ટીએ ૧૯ બેઠકો મેળવી હતી. બાબુલાલ મરાંડીના ઝારખંડ વિકાસ મોરચા (જેવીએમ) એ આશરે ૧૦ ટકા વોટશેર સાથે ૮ બેઠકો જીતી હતી. જો કે, બાદમાં તેના ૬ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસ ૧૦.૫ ટકાના વોટ શેર સાથે ૭ બેઠકો જીતવામાં સફળ રહી છે. ૬ બેઠકો અન્યના ખાતામાં ગઈ. રઘુબરદાસ સરકાર ઝારખંડમાં ૫ વર્ષની મુદત પૂર્ણ કરનાર પ્રથમ સરકાર છે. ભાજપ સમક્ષ સત્તા જાળવી રાખવાનો પડકાર હતો જે ભાજપ માટે તે સરળ પુરવાર યો નથી. જોકે લોકસભાની ચૂંટણીમાં ભાજપ-એજેએસયુ ગઠબંધને રાજ્યની ૧૪ માંથી ૧૩ બેઠકો પર વિજય મેળવ્યો હતો, તેમ છતાં ઝારખંડમાં વિવિધ ચૂંટણીઓની મતદાન કરવાની રીત જુદી છે. ભાજપ વિશે વાત કરીએ તો ઝારખંડમાં પાર્ટી વિધાનસભાની ચૂંટણી સુધી લોકસભાની ચૂંટણીમાં મળેલા મતોને સંપૂર્ણ રીતે બચાવવામાં સફળ રહી નથી.૨૦૦૪ ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ૩૩ ટકા મતો મળ્યા હતા, પરંતુ તે પછી ૨૦૦૫ ની વિધાનસભાની ચૂંટણીમાં તેનો મત શેર ૨૩.૫૭ ટકા થઈ ગયો. એ જ રીતે, ૨૦૦૯ ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ૨૭.૫૩ ટકા મતો મળ્યા, પછી તે જ વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં માત્ર ૨૦ ટકા મતો મળ્યા.

ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપને ઝારખંડમાં ૫૧ ટકા મતો મળ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં લોકસભાની ચૂંટણીના પ્રદર્શનને પુનરાવર્તિત નહીં કરવામાં ભાજપની નબળાઇ મહાગઠબંધનની આશા સમાન છે. મહાગઠબંધન સંપૂર્ણ જોમ અને ઉત્સાહ સાથે લડ્યું હતું. હેમંત સોરેન તેમના પિતા શિબુ સોરેને પણ ચૂંટણી પ્રચારની આગેવાની કરી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન, સોરેને ભાજપ સરકાર પર સતત પ્રહાર કર્યા અને તેને આદિજાતિ વિરોધી ગણાવી હતી. એક સમયે આદિવાસી સમુદાયમાં ખૂબ મજબૂત પકડ રાખનારા ઝારખંડ મુક્તિ મોરચાને આ સમુદાય તરફથી ઘણી આશા છે. રાજ્યની કુલ વસ્તીનો આશરે ૨૬ થી ૨૭ ટકા લોકો આદિવાસી છે. કુલ ૮૧ માંથી ૨૮ બેઠકો તેમના માટે અનામત છે. મુખ્ય પ્રધાન રઘુબરદાસ બિન આદિવાસી છે અને જેએમએમની ચૂંટણીમાં તેને પોતાની તરફેણમાં પ્રચાર રોકડ કરવામાં કોઈ કસર છોડી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.