Abtak Media Google News

કથામાં આજે કૃષ્ણ, વામન, રામજન્મની ધામધૂમથી ઉજવણી કરાશે

ઉપલેટામાં કામઘેનું ગૌ સેવા સમિતિ આયોજીત શ્રી મદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહમાં બે દિવસથી ભારે માનવ મહેરામણ ઉમટી રહ્યો છે.

Advertisement

કથાના વ્યાસપીઠ ઉપર જાણીતા વૈષ્ણવ પૃષ્ઠિમાર્ગીય વકતા હિરેનભાઈ ભટ્ટ દ્વારા ગઈકાલે મોક્ષદાયીની ભગીરથી ગંગા સમજાવતા જણાવેલ કે મહર્ષિ નારદજીના સંવાદ વાર્તા અને ભકિત મહારાણીને જણાવ્યુંં હતુકે જે કાર્યવાહી માત્ર ચાલો ત્યારે ભગવાનના સુખનો વિચાર કરીએ અને તેમાં આપણે હંમેશા આનંદમાં રહીએ આ ભગવાનના સુધ્ધ પ્રેમ છે. એટલે ભકિત અને ભગવાનનું ભજન એ સર્વના સર્વોતમ ધર્મ છે. સતત તેના આશ્રયમાં રહો અને તમામ ધર્મ નિરપેક્ષ ધર્મોથી તમારોચહેરો ફેરવો એને સંતોની સતત સેવા કરો અને ભોગની તૃષ્ણા ન રાખો અને ભગવાનની સેવા કરો અને તેમની કથા સાંભળો આવા અનેક રસપદ ઉદાહરણો આપી કથા સાંભળવા આવેલા હરિભકતોને કથાકાર હિરેનભાઈ ભટ્ટ પોતાની સુમધુર વાણીમાં મુંધ કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.